<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

બેડી પાસેની હોટલે વાત કરવા બોલાવી દિપકભાઇની ધોકાથી ધોલધપાટ

વચ્‍ચે રહી મિત્રને પૈસા અપાવ્‍યા'તા હવે મિત્ર આપતો ન હોઇ તેના કારણે ડખ્‍ખો : બે શખ્‍સે જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત પણ કર્યાનો આરોપઃ કુવાડવા પોલીસમાં ફરિયાદ

 

રાજકોટ તા. ૨૦: કુવાડવા તાબેના બેડી ગામ પાસે ગોકુલ હોટલ પાસે વાત કરવા બોલાવ્‍યા બાદ આધેડને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી ધોકાથી માર મારવામાં આવતાં ફરિયાદ થઇ છે. આધેડે પોતાના મિત્રને વચ્‍ચે રહી પૈસા અપાવ્‍યા હોઇ હવે મિત્ર પૈસા ચુકવતો ન હોઇ જેથી આ આધેડને વાત કરવા બોલાવી મારકુટ કરી લેવાઇ હતી.

આ બારામાં કુવાડવા રોડ પોલીસે એટ્રોસીટી એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો છે. મોરબી રોડ પર નકળંગ પાર્કમાં રહેતા દિપકભાઇ જીતેન્‍દ્રભાઇ વાઘેલા (ઉ.વ.૪૯)નામના આધેડે કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાહુલ ગોગળા અને નરેન્‍દ્ર બાલાસરાના નામ આપ્‍યા છે. ફરિયાદમાં જાણાવ્‍યા મુજબ એકાદ વર્ષ પહેલા તેના મિત્ર શ્રુજય વોરાને પૈસાની જરૂર હોવાથી રાહુલ ગોગળાનો સંપર્ક કરાવ્‍યો હતો. બાદમાં તેઓએ પૈસા બાબતે શું વહીવટ થયો તેની મને જાણ ન હતી બાદમાં રાહુલ અવાર નવાર મને ફોન કરી શ્રુજય પાસેથી પૈસા અપાવવામાં કહેતો હતો. પરંતુ શ્રુજય પૈસા આપતો ન હોઇ જેથી રાહુલ ફોન કરી બોલાચાલી કરતો હતો.

દરમિયાન ગઇકાલે રાત્રે રાહુલ ગોગડાએ ફોન કરી બેડી ગામ પાસે આવેલી હોટલે મળવા માટે બોલાવતા હું અને મારો  મિત્ર કિશોરભાઇ  મળવા ગયા ત્‍યારે રાહુલ ગોગળા અને તેની સાથે રહેલા નરેન્‍દ્ર બાલાસરાએ ગાલમાં થપ્‍પડ મારી ધોકા વડે મારમારી જ્ઞાતિ પ્રત્‍યે હડધૂત કર્યો હતો. મૂંઢ ઇજા થવાથી યુવકને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આ અંગે કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ  હાથ ધરી છે. (૧૪.૧૫)

(2:48 PM IST)