<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

અંધશ્રદ્ધા અણુબોમ્‍બ કરતા ખતરનાક.. જિ.પં. પ્રમુખ પ્રવિણાબેન રંગાણી

સ્‍મશાનના ખાટલે કકડાટના વડા આરોગી ગેરમાન્‍યતાનું ખંડન કર્યું, વડ-વાજડીમાં ચાર ચોકમાં વડા મુકવાની પ્રથાને તિલાંજાલિ, રાજયના : સ્‍મશાનમાં સાધક-ઉપાસક ફરકયા નહિ, મશાલ, ભૂત્ત-પ્રેતના સરઘસે આકર્ષણ જમાવ્‍યું, મેલીવિદ્યાનો નાશ કરી વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવ્‍યા

 

રાજકોટઃ  દેશભરમાં કાળીચૌદશની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સદીઓ જુની માન્‍યતા, પરંપરા, કુરિવાજો, અંધશ્રદ્ધાનું સ્‍મશાનમાં ખંડન કરી લોકોએ વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવ્‍યા હતા. રાજયના ૧૦૧૦ નાના-મોટા નગરોમાં રમશાનમાં મેલીવિદ્યાનો નાશ, કકડાટના વડા આરોગવા, ભૂત-પ્રેતનું સરથમ, ચાર ચોકમાં અનાજ મુકવાની પ્રથાને તિલાંજાલિ આપવામાં આવી હતી. શોધિકાના વડ-વાજડી સ્‍મશાનમાં અનેકવિધ જાગૃતિ કાર્યક્રમોથી ભારત જન વિજ્ઞાન જાવાની કચેરીએ સંપન્ન કર્યો હતો.

જાથાનો ૩૨ મા વર્ષનો જાગૃતિ કાર્યક્રમનું ઉદઘાટન રાજકોટ જિલ્‍લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ કરી મેલીવિદ્યાની નનામીને કાંધ આપી પોતાના વિચારોમાં જણાવ્‍યું કે અંધશ્રધ્‍ધા અણુબોમ્‍બ કરતાં ખતરનાક છે. દેશની પ્રગતિનો આધાર વિજ્ઞાન અભિગમ-દ્રષ્ટિકોણ છે. ૨૧ મી સદીમાં અંધશ્રદ્ધા, કુરિવાજો, ગેરપરંપરા, અંધમાન્‍યતાને જાકારો આપી દિપાવલી પર્વ સામુહિક મનાવીએ.

જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્‍યું કે સ્‍મશાનમાં મેલીવિદ્યાનો નાશ, ભૂત-પ્રેતનું સરઘસ, કકડાટના વડા આરોગવા, અંધમાન્‍યતા, પરંપરા, અદ્રશ્‍ય શક્‍તિ, આસુરી શક્‍તિ, ખોફનાક વાતોનું ખંડન કરવામાં આવ્‍યું હતું. મેલીવિદ્યાની નનામી ઉપર ચા બનાવી લોકોએ ચુસ્‍કી લગાવી હતી. સ્‍મશાનમાં સાધક-ઉપાસકોએ આવવાનું ટાળ્‍યું હતું. મેલીવિદ્યાની આપ-લે વિગેરે સદીઓથી ડીંડક ચાલે છે તેને દેશવટો આપવામાં આવ્‍યો હતો. રાજયના સ્‍મશાનોમાં દિપાવલી ઉજવણીનો માહોલ જોવા મળ્‍યો હતો. કાળીચૌદશ ભારે દિવસ - અશુભ દિવસની પોકળ વાતો જાહેર કરી હતી, ભૂત-પ્રેત, મેલીવિદ્યાનું અસ્‍તિત્‍વ જ નથી તેનો ભય-ડર કાઢી નાખવા અપીલ કરવામાં આવી હતી.

વડ-વાજડીના ચોરા પાસે મેલીવિદ્યાની નનામી, ભૂત-પ્રેતનું સરથસ પ્રારંભ કરતાની સાથે વિજ્ઞાન સૂત્રો બોલવામાં આવ્‍યા હતા. મેલીવિદ્યાને સામુહિક અગ્નિદાહ આપવામાં આવ્‍યો હતો. દેશની પ્રગતિનો આધાર વૈજ્ઞાનિક માનસથી થાય છે. અંધશ્રદ્ધાથી દેશને નુકશાન થાય છે હવે જાગવાની જરૂર છે. લોકોએ શિક્ષણને પ્રાધાન્‍ય આપી ઘરમાંથી વ્‍યસનો, કૃરિવાજોને જાકારો આપવો જોઈએ. વિજ્ઞાનથી માનવીને અનેક ફાયદાઓ થયા છે તેવી વાત મુકવામાં આવી હતી. અવૈજ્ઞાનિક, અતાર્કિક, અવાસ્‍તવિક્‍તાથી પરિવારોને નુકશાન છે. ભાવિ પેઢીને ધ્‍યાનમાં રાખી નવાંગતુક વિચારો અપનાવવા જોઈએ. મેલીવિદ્યાને પાટુ મારી દેશવટો આપવામાં આવ્‍યો હતો. દેશમાં ચમત્‍કારિકોએ પોતાના લાભ માટે જાહેરાત કરી લોકોને ઉંધા માર્ગે વાળેલ છે. કહેવાતા લેભાગુઓથી દૂર રહેવું જોઈએ. કર્મકાંડ-ક્રિયાકાંડોથી લોકોને બરબાદી-પાયમાલી મળી છે. મૃત્‍યુ પછીના ક્રિયાકાંડોથી ઘરના સદસ્‍યોને હતાશા સાથે માનસિક હાનિ થાય છે તેને તિલાંજલિ આપવી જોઈએ. વિજ્ઞાનનો ડગલે ને પગલે ઉપયોગ કરનારા કહેવાતા ધાર્મિક નેતાઓ આધ્‍યાત્‍મિક વાતો મુકી ગુમરાત કરે છે. તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. માનસિક નબળા લોકોને પિતૃ-સુરાપુરા, મહની નડતરો થાય છે. દ્રઢ મનોબળ કેળવવા અનુરોધ કરવામાં આવ્‍યો હતો.

 વડ-વાજડીના સરપંચ મહેન્‍દ્રસિહ ડાભી, વનરાજાસિંહ ડાભી, અભેસીંગ ખેરડીયા, પ્રભાત ડાંગર, વિરડા-વાજડીના દિનેશ હુંબલ, ભાલસરના નિર્મળ મૈત્રાએ રાજયકક્ષાના કાર્યક્રમમાં સ્‍મશાનમાં ચા-નાસ્‍તો, કકડાટના વડા એકઠા કરવા, મશાલ સરળસ, ભૂત-પ્રેતનો પહેરવેશથી ખંડન વિગેરેમાં નેતૃત્‍વ કરી ભાગ લીધો હતો. સ્‍મશાનમાં દિપાવલી પર્વની જેમ કાળીચૌદશની ઉજવણી કરવામાં આવી હતી, પાણી-અનાજનો બગાડ એકપણ પરિવારે કર્યો ન હતો.

કાર્યક્રમને સફળ બનાવવા ગામના સરપંચ મહેન્‍દ્રસિંહ માધુજી ડાભી, અભેસિગ જીલુજી ખેરડીયા, ગ્રામ પંચાયતના સદસ્‍યો, લોકસહકારથી સ્‍મશાનમાં કાળીચૌદશની ઉજવણીમાં ભાગ લીધો હતો. મશાલ અને ભૂત-પ્રેતના સરઘસમાં ગામના સરપંચ મહેન્‍દ્રસિંહ ડાભી, અબેસિગ ખેરડીયા, વનરાજાસિહ ડાભી, પ્રવિણસિહ ખેરડીયા, અનિરૂધ્‍ધસિહ ડાભી, રાજુભાઈ રાઠોડ, મહિપતસિંહ સોલંકી, મહિપતસિંહ પરમાર, રણજીતસિહ ખેરડીયા, અશોકસિહ ડાભી, પ્રવિણસિંહ ડાભી, અશોકસિંહ ખેરડીયા, પ્રવિણસિંહ પથુજી, હનુભા ડાભી, ભાવેશભાઈ રાઠોડ, રમેશભાઈ રાઠોડ, દોલુભા ડાભી, દાનુભા સોલંકી, અમરસંગ સોલંકી, ચિનુભા ગોહિલ, વનરાજાસિંહ ગોહિલ, વનરાજાસિંહ પરમાર, મનસુખભાઈ જોગડીયા, સંજયભાઈ જોગડીયા, વિજયભાઈ ગમારા, ધનાભાઈ ગમારા, નરેશભાઈ જોગડીયા, ભાભુભાઈ, કરશનભાઈ ગોવાભાઈ, કરશનભાઈ બારા, લખમણભાઈ ખારા, હરીભાઈ બાબરીયા, વનરાજાસિહ ડાભી, બાલુભા પડીપાર, પ્રભાતસિહ ડાભી, દેવુભા ખેરડીયા, દિલુભા ખેરડીયા, ગજુભા ખેરડીવા, ધર્મેન્‍દ્રસિંહ ડાભી, મેરાજી પડીયાર, ભાલામાઈ પઢીયાર, જીલુભા પરમાર, ટપુભાઈ ખીમાણીવા, કાનજીભાઈ ખીમાણીયા અને ગામના મહિલા મંડળના સદસ્‍યોએ ભાગ લીધો હતો.

જાથાના આકાશ પંડવા એડવોકેટ, અંકલેશ ગોહિલ, નિર્મળ મંત્રા, રમેશ પરમાર, રાજુ યાદવ, રવિ પરબતાણી, ભોજીભાઈ ટોયટા, દિનેશ હુંબલ, નિર્ભય જોશી, પ્રકાશ મનસુખભાઈ, હર્ષાબેન પંડવા વડીલ, હિનાબેન પંડયા, ભક્‍તિબેન રાજગોર, ભાનુબેન ગોહેલ, અરૂણાબેન પરમાર, અનેક કાર્યકરોએ મશાલ સરસ સ્‍મશાન અને પ્રયોગ નિદર્શનમાં ભાગ લીધો હતો

(3:06 PM IST)