<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

આતશબાજીની હજારો રાજકોટીયનોએ મજા માણીઃ

મનપા દ્વારા વર્ષોની પરંપરા મુજબ ધનતેરસના રોજ શનિવારે રેસકોર્સ સ્‍થિત માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે આતશબાજીનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં ૧ કલાક સુધી અવનવા ફટાકડાના ધુમધડાકા લોકોએ મનભરીને માણ્‍યા હતા. જેમાં વિવિધ પ્રકારના આકાશમાં થતા ફટાકડાઓથી રેસકોર્ષ રિંગરોડનું આકાશ ઝગમગી ઉઠયું હતું. ઉપરોકત તસ્‍વીરોમાં ફટાકડાની અવનવી વેરાયટીઓ અને સ્‍ટેડીયમમાં ઉપસ્‍થિત મોટી સંખ્‍યામાં શહેરીજનો દર્શાય છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:08 PM IST)