તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th October 2025
વૃદ્ધાશ્રમમાં લાગણીવશ બની વૃદ્ધ માતાએ ભીની આંખે આશીર્વાદ આપ્યા, અને સંધ્યાબેન ગેહલોતની આંખોમાંથી અશ્રુધારા વહી
પોલીસનું નામ પડતા લોકોના મનોઃ ચક્ષુ સમક્ષ અણગમતી છબી ઉપસે છે..પરંતુ દરેક અધિકારી કે સ્ટાફ આવા જ છે તે માની લેવું વધુ પડતું છે, ચાલો બીજું સ્વરૂપ પણ નિહાળીએ સુરત સીપી અનુપમસિંહ ગેહલોત પરિવાર માફક CIDના એડિશનલ ડીજી અને જેમના ચિત્રો વિશ્વની આર્ટ ગેલેરીઓમાં ગુજરાતનું ગૌરવ વધારે છે તેવા અજય ચોધરી દંપતિએ ઘરવિહોણા બ્રિજ નીચે રહેતા ગરીબ બાળકોને મીઠાઈ, કપડા આપી તેમની સાથે ફટાકડા ફોડયા રાજકોટના પૂર્વ ડીસીપી, માણસ પારખું ips કે જેઓ હાલ અરવલ્લી એસપી છે, તેઓએ મેઘરજ તાલુકાના નાના ગામના જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળી ઉજવી, આજ પ્રકારે કેશોદના એસપી બિપીનચંદ્ર ઠક્કરે શ્રમિક લોકોને પ્રેમપૂર્વક પોતાની ઓફિસે તેડાવી મીઠાઈના બોક્ષ આપી આશીર્વાદ મેળવી કાઠિયાવાડી પરંપરા નિભાવી બનાસકાંઠા એસપીના કાર્યકાળ દરમિયાન હાલના રાજકોટ રેન્જ ig અશોક કુમાર યાદવે ૧૦૦ દિકરીઓ દતક લેવા સાથે તેમના અભ્યાસ ખર્ચની જવાબદારી લીધી છે, અહીંજ જન્મ દિવસ મોટા ભાગે ઉજવે, આવા સિનિયર IPS દિવાળી વૃદ્ધાશ્રમના વડીલો સાથે ઉજવી તેમને સન્માન આપવાના કાર્યથી સંતોષ માને છે, જે પ્રેરણારૂપ છે

રાજકોટ, તા.૨૦: પોલીસનું નામ પડતા જ લોકોના મનમાં એક અણગમતી વ્યક્તિની તસ્વીરનુ ચિત્ર મનો, ચક્ષુ સમક્ષ ખડું થાય છે, તેમાં લોકોનો પણ વાંક નથી, પોલીસનો એક વર્ગ સીધા સાદા લોકો સાથે જે વર્તન કરે છે, અને જે રીતે અખબારો, ટીવી ચેનલ, સોશયલ મીડીયામાં જે રીતના કારનામાં બહાર આવે છે તેનું આ પરિણામ છે, પરંતુ આ વાત સત્ય ખરી પણ અર્ધ સત્ય છે. આ વિભાગમાં અધિકારીઓ અને નાનો પોલીસ સ્ટાફ લોકો સાથે ખૂબ પ્રેમપૂર્વક વર્તી રહ્યો છે, પણ લોકોનો મોટો અનુભવ જુદો હોવાથી આવી બાબતો ઢંકાઈ જાય છે, તો ચાલો એવા કેટલાક કિસ્સો નિહાળીએ કે જે વાંચી મનમાં ટાઢક થાય, આવા તો ઘણા કિસ્સા છે તે પૈકી ચોક્કસા કિસ્સાઓ જે સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે.
રાજકોટના પૂર્વ લોકપ્રિય પોલીસ કમિશનર અને હાલ સુરત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા અનુપમસિહ ગેહલોતનો પ્રજા અને પોલીસમાં ખૂબ મોટો પ્રશંસક વર્ગ છે, ગુનેગારોને પોલીસ શુ છે તેનું ભાન કરાવવા સાથે આ IPS માનવીય અભિગમ માટે જાણીતા છે, દીપોત્સવી તહેવાર અંતર્ગત પરંપરા મુજબ તેમના પત્ની સાથે વૃદ્ધાશ્રમના વડીલો સાથે દિવાળીની ઉજવણી કરવા સાથે સહુને સંધ્યાબેન ગેહલોત દ્વારા લાગણીપૂર્વક જાતે પીરસી જમાડ્યા, આવી સાચી લાગણી જોઈ એક વળદ્ધ મહિલા રડતા રડતા લાગણીવશ બની માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા, અને એ વળદ્ધ માતામાં પોતાના માતાની છબી નિહાળી સંધ્યાબેનની આંખોમાંથી અશ્રુ ધારા વહેવા લાગી હતી.
વિશ્વની આર્ટ ગેલેરીઓમાં જેમના ચિત્રો ગુજરાતની આન બાન અને શાન વધારે છે, તેવા CID ક્રાઈમના એડિશનલ ડીજી અજય ચીધરી તથા તેમના પત્ની કે જે ખૂબ સારા સિંગર અને ફેસબુક પર જેમના રીલ ખૂબ જાણીતી છે તેવા દીપશિખાજી સાથે અમદાવાદના બ્રિજ નીચે ઘરવિહોણા બાળકો વચ્ચે જઈ દિવાળી ઉજવી, બાળકોને નવા કપડા આપ્યાં, મિઠાઈ આપી અને સાથે ફટાકડા પણ ફોડ્યા.
રાજકોટ રેન્જ ig ટ્રબલ શૂટર ips તરીકે જાણીતા છે, તેથી વધુ માનવીય અભિગમ માટે પણ જાણીતા છે, બનાસકાંઠા કાર્યકાળ દરમિયાન ૧૦૦ નાની દીકરીઓ દતક લીધી હતી, તેમના અભ્યાસની જવાબદારી લીધેલ.
મોટા ભાગે એજ ગામમાં પરિવાર સાથે જન્મ દિવસ ઉજવે છે. આવા ips અશોક કુમાર યાદવે પણ દીપોત્સવી તહેવાર વૃદ્ધાશ્રમમાં ઉજવી તહેવાર સાર્થક કરેલ. આ અધિકારી વડીલોને ખૂબ માનપૂર્વક આવકારી,અન્યોને પણ પ્રેરણા આપે છે.
માણસ પારખું અધિકારી એટલે રાજકોટના પૂર્વ ડીસીપી મનોહરસિંહ જાડેજા, ગુન્હાહિત માનસ ધરાવતી વ્યક્તિ માટે જેની ચેમ્બરમાં નો એન્ટ્રી હતી એવા આ IPS સજ્જન વ્યક્તિને ઉભા થઈ આવકાર આપવા માટે જાણીતા છે. આવા ips દ્વારા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાનાં અંતરિયાળ ગામમા પોહચી જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળી ઉજવી હતી. આવા જ બીજા કાઠિયાવાડી અધિકારી એટલે કેશોદ એસપી બિપીનચંદ્ર ઠક્કર આ અધિકારીએ પણ આસપાસના શ્રમિકોને પોતાની ઓફિસ પર માનપૂર્વક તેડાવી પોતાના વ્યસ્ત સમય વચ્ચે આદરપૂર્વક મીઠાઈ ટીમ સાથે વિતરણ કરી, કાઠિયાવાડની પરંપરા નિભાવી હતી.આણંદ એસપી ગૌરવ જસાણી દ્વારા પણ જરૂરિયાતમંદ બાળકોની મુલાકાત પોતાના લાગણીસભર સ્વભાવ અંતર્ગત લીધી હતી.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
