માણાવદરના દડવા ગામે ગેસ-તેલનો ભંડાર મળવાની શકયતા : જુનાગઢ, પોરબંદર, લોધીકાના ચાંદલી ગામે એક વર્ષ પહેલા અસંખ્ય ડ્રીલીંગ બાદ ગેસ અને તેલ મળવાની શકયતા જુનાગઢ જીલ્લામાં ઉદભવી : વર્લ્ડ કલાસ મશીનરી સાથે ઓએનજીસી-કેમ્બેએ ૧ર કી.મી. વિસ્તારમાં બે સ્થળે પ્રથમ નોરતાથી શરૂ કર્યુ પૃથ્વીના પેટાળ સુધી ડ્રીલીંગ : જુનાગઢથી દરરોજ બસ મારફતે આવતો પ૦ થી ૬૦ લોકોનો સ્ટાફ શીફટમાં ફરજ બજાવે છે : માણાવદરની સીમમાં આવેલા કણસાગરા પરિવારના બે ખેતર ઉપર પસંદગી ઉતાર્યા બાદ ઓએનજીસીએ દર મહિને વિઘાના પ૭ હજાર લેખે ૩ વર્ષ માટે કરાર કર્યાની ચર્ચા : દડવાના સરપંચ હિરાભાઇ જલુ સાથે અકિલાની વાતચીત2:44 PM IST
સસ્પેન્સનો અંત... શનિવારે ગુજરાત ભાજપને મળશે નવા પ્રમુખ : પ્રદેશ ભાજપ દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર : ગૃહમંત્રી શાહ, મુખ્યમંત્રી પટેલ સહિત ૨૫૦થી વધુ લોકો કરશે મતદાન : કાલથી શરૂ થશે ચૂંટણી પ્રક્રિયાઃ તા.૪ના રોજ મતદાન અને મતગણત્રીઃ OBC નેતા જગદીશ વિશ્વકર્મા નવા સુકાની નિશ્ચીતઃ કોબા-કમલમ ખાતે જોરશોરથી તૈયારી2:58 PM IST
આત્મનિર્ભર બનવું પડશે : સ્વદેશી અપનાવવું પડશે : નાગપુરમાં વિજયાદશમી ઉત્સવ અંગે સંઘ સુપ્રિમે મોહન ભાગવતનું સંબોધન : સ્વદેશીનો ઉપયોગ કરવો કોઇ મજબુરી નથી આપણો અધિકાર છે : પહેલગામ હુમલાએ સ્પષ્ટ કરી દીધુ કે કોણ આપણા મિત્ર છે અને કોણ દુશ્મન છે : દેશની સુરક્ષા માટે આપણે સતર્ક - સમર્થ રહેવું પડશે10:49 AM IST
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના : ખંડવામાં દુર્ગા વિસર્જન બાદ પરત ફરતા ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં ખાબક્તા 10 લોકોના મોત: અનેક ગુમ : પંઢાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમાલી નજીક પુલ પર ચઢતી વખતે તેમનું ટ્રેક્ટર-ટ્રોલી આબના નદીમાં પડી ગયું.:નદીમાં ગુમ થયેલા લોકોના સંબંધીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા8:51 PM IST
બજારથી માંડીને અર્થતંત્ર સુધીઃ ઓક્ટોબર શરૂ થતાં જ દેશને છ ભેટો મળી : શેરબજારમાં તેજી, GST કલેક્શનમાં વધારો, RBI નીતિની અનેક જાહેરાતો, સપ્ટેમ્બરમાં ઓટો વેચાણના આંકડા અને રૂપિયામાં વધારો જે આગામી દિવસોમાં દેશની અર્થવ્યવસ્થામાં ચાર ચાંદ લગાડશેઃ દેશના માળખાગત ક્ષેત્રમાં પણ તેજી જોવા મળશે3:53 PM IST
અઠવાડિયામાં ટ્રમ્પને ફરી ઝટકો વાગશે?3:22 PM IST
પોલિસીધારકોને વીમા કંપનીઓ GST ઘટાડાનો સંપૂર્ણ લાભ આપી રહી નથી : વધારાના કવરેજ સહિત વિવિધ નવા ફોર્મ્યુલા અપનાવી રહી છે, જેના કારણે પ્રીમિયમ ઘટાડવાને બદલે વધ્યું છે નોટબુકના ભાવમાં વધારો થયો છેઃ અગાઉ, નોટબુક, કસરત પુસ્તકો, નકશા, પેન્સિલો અને ચિત્રકામ સામગ્રી પર ૧૨% GST લાગતો હતો સરકારે GST ૨.૦ માં આ દર ઘટાડીને શૂન્ય કર્યો હતો. જોકે, કાગળ પર ૧૨% ઞ્લ્વ્ વધારીને ૧૮% કરવામાં આવ્યો છે9:54 AM IST
પીએમ મોદી આસિયાન સમિટમાં જશે ટેરિફ તણાવ વચ્ચે ટ્રમ્પને મળશે : વડા પ્રધાન મોદી આ મહિનાના અંતમાં આસિયાન સમિટમાં ભાગ લેવા માટે મલેશિયાની મુલાકાત લેવાના છે જો ટ્રમ્પ આ સમિટમાં હાજરી આપે તો ભારતીય માલ પર ૫૦% ટેરિફ લાદ્યા પછી બંને નેતાઓ વચ્ચેની આ પહેલી મુલાકાત હશે. અગાઉ તેઓ G7 સમિટમાં મળી શક્યા ન હતા10:10 AM IST
જુઓ સમાચારો ઉડતી નજરે...10:16 AM IST
રક્ષામંત્રી રાજનાથસિંહ પહોંચ્યા કચ્છ: ભુજ એરપોર્ટ ઉપર સ્વાગત: બે દિ’નું રોકાણ : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ મોડી સાંજે વાયુસેનાના ખાસ લશ્કરી વિમાનમાં ભુજ પહોંચતા જિલ્લા વહીવટીતંત્ર સાથે ઉચ્ચ લશ્કરી અધિકારીઓએ ઉમળકાભેર આવકાર્યા:સરહદે સેનાની સયુંક્ત લશ્કરી કવાયત અને દશેરાના શસ્ત્ર પૂજનમાં ઉપસ્થિત રહેશે9:31 PM IST
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ 11:42 AM IST
આતંક અને અસંતોષ: PoK માં હિંસા ભડકી, 2ના મોત; ગુસ્સે ભરાયેલા લોકોએ બાગ જિલ્લામાં 164 પોલીસકર્મીઓને બનાવ્યા બંધક! : JKAAC એ સરકાર સમક્ષ 38 માંગણીઓની યાદી સુપરત કરી! : એક સમયે ISIની આતંકવાદી પ્રવૃત્તિઓનો ગઢ ગણાતો રાવલકોટ હવે ખુલ્લેઆમ પાકિસ્તાન સરકારની નીતિઓ સામે આવી ગયો છે, જ્યાં મોટી જાહેર રેલી યોજાઈ હતી11:25 PM IST
મધ્યપ્રદેશ: નવરાત્રીમાં ચમક્યું નસીબ! પન્નામાં મંદિર જતા ખેડૂતને રસ્તામાંથી મળ્યો ₹20 લાખથી વધુનો 'માતાજીનો આશીર્વાદરૂપી' 4.4 કેરેટનો હીરો! : પન્ના જિલ્લાની જમીન હીરા માટે જાણીતી છે, પરંતુ વર્ષોની મહેનત પછી પણ લોકો ઘણીવાર નિરાશ રહે છે. ત્યારે ગોવિંદ સિંહને મંદિરના માર્ગ પર હીરો મળવો એ ખરેખર એક દુર્લભ સંયોગ11:29 PM IST

સિંદૂર ખેલા…..

શસ્ત્ર પૂજા….,.

ધક્કામુક્કી….

અબ હમ તો સફર કરતે હૈ….

કન્યા પૂજન……..
અકિલા સોશ્યિલ મીડિયાફાફડા-જલેબી લેવા માટે અમદાવાદ - સુરત - રાજકોટમાં લાંબી કતારો ! : નવરાત્રી તહેવાર પૂર્ણ થયા બાદ આજે વિજયા દશમીના પર્વ પર ગુજરાતીઓ જલેબી-ફાફડાની જ્યાફત માણવા ઉમટી પડ્યા : કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી ગયા : રાજ્યના અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરમાં ફરસાણની દુકાનો પર લોકોની લાંબી લાઇનો લાગી2:59 PM IST
આવતીકાલે તા. ૩ અને ૪ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રીય સંમેલન યોજાશે : બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ : ભૂમિ રેકોર્ડનું આધુનિકીકરણ, નવી ટેક્નોલોજીનો ઉપયોગ અને નાગરિકોને બહેતર સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે તજજ્ઞો દ્વારા અધિકારી-કર્મચારીઓને વિસ્તૃતમાં માર્ગદર્શનઅપાશે4:11 PM IST
ગાંધીજીએ સૂતરના તાંતણે ખાદી અને સ્વદેશીથી આઝાદ ભારતની પીઠિકા ઘડીને આઝાદી અપાવીઃ ભૂપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે પોરબંદર કિર્તી મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પીઃ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થયા મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે આઝાદી તેમજ સ્વચ્છતાનો સંદેશ સાથે આપણને પ્રેરણા આપીઃ પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાઃ ભૂપેન્દ્રભાઈ પટેલે પોરબંદર કિર્તિ મંદિર ખાતે પ્રવાસીઓને કીર્તિ મંદિર અને મહાત્મા ગાંધીજીના જીવન વિશે માહિતી મળે તે માટે કયુઆરકોડનું વિમોચન કર્યું: પ્રાર્થના સભામાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સહિતના સંતો, અધિકારીઓ પદાધિકારીઓ અને પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્વદેશીથી આત્મનિર્ભરતા અને સમળદ્ધિનો મંત્ર ‘વોકલ ફોર લોકલ' થી આત્મસાત કરીને વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણની પ્રેરણા આપીઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ3:03 PM IST
ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મુખ્યમંત્રીની સુરક્ષા-સલામતી સાથે સંકળાયેલા પોલીસ જવાનો સાથે વિજ્યા દશમીના પાવન પર્વે મુખ્યમંત્રીના નિવાસસ્થાને શસ્ત્ર પૂજન : આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક એવું આ વિજ્યા દશમી પર્વ સમાજની આતતાયી શક્તિઓને પરાસ્ત કરવા નો અવસર પણ છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ3:26 PM IST
રાષ્ટ્રીય વન્યપ્રાણી સપ્તાહ - ૨૦૨૫ : સ્વચ્છ હવા-પાણી અને પર્યાવરણ સાચવવાની આપણી સામુહિક જવાબદારી સમજો ! : પૃથ્વી પર વૃક્ષો-વનસ્પતિઓ, સુક્ષ્મ જીવ-જંતુઓ, પશુ-પક્ષીઓની ૮૭ લાખ પ્રજાતીઓ હતી : એક અંદાજ પ્રમાણે દરરોજ ૧પ૦ પ્રજાતી હંમેશ માટે લુપ્ત થઇ રહી છે : દર મિનીટે ફુટબોલના ર૭ મેદાન જેટલો વન વિસ્તારનો નાશ થઇ રહયો છે ! પૃથ્વીના ૭ ખંડો ઉપર સેંકડો વર્ષોથી તાપમાન સ્થિર હતું જે વન વિસ્તારોના વિનાશ, વાહનો-ઉદ્યોગો દ્વારા ફેલાતા પ્રદુષણો, કેટલીક કૃષિ પધ્ધતીઓથી વાતાવરણમાં કાર્બન અને મીથેન જેવા ગેસીસનું પ્રમાણ વધવા લાગતા વાતાવરણનું સંતુલન બગડી ગયું છે : પરીણામ સ્વરૂપ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, હિમસ્ખલન જેવી ઘાતક અસરો દુનિયા અનુભવી રહી છે12:19 PM IST
નૂતન વર્ષના આરંભમાં ગાંધીનગરના નાગરિકોને મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સુવિધા ઉપલબ્ધ થશે : વિજ્યા દશમી ના પાવન પર્વે મેટ્રો રેલની ટ્રાયલ રન સચિવાલયથી મહાત્મા મંદિર સુધી સફળતાપૂર્વક શરૂ થઈ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં ગાંધીનગર મેટ્રો રેલની કામગીરી વધુ વેગવાન બની : આ ટ્રાયલ રન પૂર્ણ થયા પછી કમિશનર મેટ્રો રેલ સેફ્ટી – CMRS સમક્ષ જરૂરી મંજૂરીઓ માટે દરખાસ્ત કરવામાં આવશે3:01 PM IST
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધી જયંતીની ઉજવણી : રાજ્યપાલે વિદ્યાપીઠ પરિસરમાં શ્રમદાન અને ખાદીની ખરીદી કરીને સૌને સ્વચ્છતા અને સ્વદેશી અપનાવવા પ્રોત્સાહિત કર્યા : પૂજ્ય બાપુના આદર્શોને 'મેક ઇન ઇન્ડિયા', સ્વદેશી ભારત અને આત્મનિર્ભર ભારતની મુહિમ થકી સાકાર કરવાનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી :આપણે સૌએ યુગાનુકુળ સ્વદેશી સાથે આગળ વધવાનું છે : ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ3:15 PM IST
તમંચા, પિસ્તોલો, જીવતા કારતૂસ સાથે ઘૂસેલા યુપીના ૨ સહિત કુલ ૩ ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા : પોલીસ સ્ટાફ તહેવારોના બંદોબસ્તમાં હોવાથી કોઈ રીઢા અપરાધીઓ લાભ ન ઉઠાવે તે માટે ક્રાઈમ બ્રાન્ચની નાકાબંધી, પેટ્રોલિંગ ચુસ્ત રાખવાની સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા ઘડાયેલ રણનીતિ કામીયાબ4:07 PM IST
સોનીબજારમાંથી ૧ કરોડનું સોનુ ચોરી જનાર બંગાળી કારીગર સહિત ૪ ઝડપાયા : ૮૫ લાખનું સોનુ કબ્જે : દાગીના બનાવવાના કામે રહ્યાની પ્રથમ રાતે જ ‘કળા' કરી હતીઃ શફીફુલ શેખ ઉર્ફ જીન્નોતે ૮ જેટલા રાજ્યોમાં આ રીતે ઠગાઇ કરી છેઃ પંજાબમાં ૫૦૦ ગ્રામ સોનાની છેતરપીંડી કરી હતી : પ્રહલાદ પ્લોટમાં રહેતાં શ્રીહરિ ઓર્નામેન્ટવાળા તરૂણભાઇ પાટડીયાની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે પヘીમ બંગાળના શફીફુલને ચેરાપુંજી-મેઘાલયથી અને કાવત્રામાં સામેલ અન્ય ત્રણને બંગાળ-રાજકોટથી દબોચ્યાઃ પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ બી. આર. સાવલીયાની ટીમની કામગીરીઃ ૧ કરોડનું સોનુ શફીફુલે અડધા ભાવે બંગાળમાં વેંચી નાંખ્યું હતું!2:46 PM IST
હોસ્પિટલ ચોકમાંથી હિતેષ રાઠોડનું અપહરણઃ રેલનગર લઇ જઇ ધોકાવી અડધા વાળ-અડધી મુંછ કાપી નાંખ્યા! : અલ્તાફને શંકા હતી કે તેની રિસામણે ગયેલી પત્નિ સાથે ગોકુલધામ ક્વાર્ટરનો હિેતષ વાતો કરતો હોવાની શંકા હતીઃ સાળા સહિતની સાથે મળી બેફામ ધોકાવી ધમકી દઇ હોસ્પિટલ પાસે ફેંકી દીધોઃ પોલીસે તપાસ હાથ ધરી3:02 PM IST
ઘંટેશ્વરના વૃધ્ધને જામનગર રોડના પાર્ટી પ્લોટમાં છરી બતાવી બંટી-બબલી રૂપિયા ૪ લાખની માળા લૂંટી ગયા : ૭૧ વર્ષના લાભુભાઇ હુંબલને પહેલા શખ્સે ફોન કરી લગ્ન માટે પાર્ટી પ્લોટ ભાડે રાખવાની વાત કરીઃ પછી યુવતિ સાથે કારમાં ત્યાં પહોંચી ઓફિસમાં વાત કરતી વખતે છરી બતાવી લૂંટ કરીઃ ચાર જેટલા શકમંદની પુછતાછ3:42 PM IST
થોરાળામાં સફાઇ કામદાર કાળુભાઇ પરમારનું હૃદય બેસી જતાં મોતઃ વ્યાજ બાબતે ત્રાસ હોવાનો આક્ષેપ : ઉઘરાણી મામલે ફોન પર વાત કરતી વખતે જ છાતીમાં દુઃખાવો ઉપડતાં ગભરાઇને પડી ગયાઃ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં ગમગીની ૫૦ હજાર લીધા તેની સામે ત્રણ લાખનું લખાણ મા-દિકરાએ લઇ સતત વ્યાજ વસુલ્યું: છેલ્લે તો કાળુભાઇનો પગાર પણ આ બંને લઇ જતાં હોવાનો આક્ષેપ4:30 PM IST
હિરોઇન બનાવવાની લાલચ દઇ છાત્રાનો અવારનવાર દેહ પીંખ્યોઃ રેલનગરના ફિલ્મ નિર્માતા જયેશ ઠાકોરની ધરપકડ : ઇન્સ્ટાગ્રામમાં જાહેરાત જોઇ બાળા અને તેના માતાએ સંપર્ક કર્યા બાદ જયેશે જાળ બિછાવી ૧૫ વર્ષની બાળાનું એટલુ શોષણ કર્યુ કે કંટાળીને ઘર છોડી ગઇઃ યુનિવર્સિટી પોલીસે શોધીને પૃછા કરતાં ચોંકાવનારી વિગતો ખુલી બાળાની માતાને જયેશે બહેન બનાવી હતીઃ ભાણેજ સાથે જ બળજબરી આચરતો હતોઃ અવાર-નવાર ઓફિસ, ઘર સહિતના સ્થળે લઇ જઇ બેભાનીયા પદાર્થ આપી દેહ પીંખતોઃ બાળા ઇન્કાર કરે તો કહેતો-હિરોઇન બનવું હોય તો આ બધું કરવું જ પડે!: ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે આરોપીને પકડયો હિરોઇનના રોલ માટે તારે મારી સાથે શરીર સ્પર્શના સીન લેવાના હોય જેથી મારે તને અડવું પડશે કહી અડપલા કર્યા, પછી બાથમાં લઇ કિસ કરવાનો પ્રયાસ કર્યોઃ પછી સતત બળજબરી આચરતો રહ્યો4:30 PM IST
અસુરો ઉપર શુરોના વિજયનું પર્વ વિજયાદશમીએ પોલીસ શસ્ત્રોગારમાં રહેલા આધુનિક શસ્ત્રોનું વિધિવત પુજન કરાયું : ‘હે માતાજી શકય હોય ત્યાં સુધી આ હથીયારોનો ઉપયોગ અમે ન કરીએ, અને જો દાનવરૂપી ગુન્હેગારો અરાજકતા ફેલાવે તો આ હથીયારનો ઉપયોગ કરતા ખચકાય પણ નહિ'... પોલીસ અધિકારીઓની પ્રાર્થના સતયુગમાં દેવોએ દાનવોનો સંહાર કર્યો તેમ કળીયુગમાં ગુન્હેગારોને ભોં ભીતર કરવાની શકિત ધરાવતા પોલીસ ફોર્સ દ્વારા પરંપરા નિભાવામાં આવી3:05 PM IST
પૂ. બાપુને વંદના 3:39 PM IST
રીમઝીમ-રીમઝીમ વરસાદ વચ્ચે ક્લબ સુધીમાં ભવ્યાતિભવ્ય મહા આરતીઃ આતશબાજી : બનારસ ઘાટથી આવેલા ૬ ભૂદેવો દ્વારા વૈદીક મંત્રોચ્ચાર સાથે મા ઉમિયાની મહાઆરતીઃ રોશની,આતશબાજી અને મોબાઇલ ફલેશ લાઇટથી અદભૂત આકાશી દ્રશ્યો સર્જાયાઃ ‘જય જય ઉમિયા મા' અને વિશ્વભરી ની સ્તુતી સાથે હજારો પાટીદારોએ મહાઆરતી કરી4:05 PM IST
મોરબી મહાનગરપાલિકા એક જ મિલકતના બે વખત વેરા વસૂલાતી હોવાનો કોંગ્રેસ લીગલ સેલ પ્રમુખનો આરોપ. : ત્રણ દિવસની અંદર બે વાર વેરા લેવાની કાર્યવાહી બંધ કરવા, તમામ ખોટા વેરાનો સર્વે કરીને પરત કરવા અને આ અરજીનો તા. 10-10-2025 સુધીમાં નિકાલ કરવા અપીલ : નિકાલ નહીં થાય તો મીડિયા સમક્ષ કમિશનર સાથે ડિબેટ કરવાની ચીમકી ઉચ્ચારી.12:54 AM IST
કાલે ચરાડવા શ્રી મહાકાળી આશ્રમે ધુન યોજાશે1:12 PM IST
"શૌર્યની પરંપરા – સંસ્કૃતિનો ઉજાસ" જામનગર રાજપૂત સેવા સમાજ અને રાજપૂત યુવા સંઘ દ્વારા દશેરાના શુભદિને રાજપૂત ધર્મની ભવ્ય સંસ્કૃતિ અને ગૌરવશાળી પરંપરા મુજબ શસ્ત્રપૂજન : આ શસ્ત્રપૂજન માત્ર ધાર્મિક વિધિ નથી,રાજપૂત સમાજની શૂરવીરતા, અખંડ વિરાસત અને ગૌરવશાળી પરંપરાનું જીવંત પ્રતિક છે નવી પેઢીને પણ શૌર્ય, સંસ્કાર અને સંકલ્પનો સંદેશ પાઠવે છે12:13 PM IST
રસોઇ ડેમમાં યુવાનનું મોત1:26 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
નેપાળ દેશમાં કુદરત જાણે રૂઠી હોય તેમ માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ત્રીજી મોટી અને કાળમુખી તબાહી મચી છે: ક્રક ગામ નજીક વિશાળ પર્વતનો મોટો હિસ્સો અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં પ્રચંડ ભૂસ્ખલન થતાં સમગ્ર એશિયા અને પડોશી દેશોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્વત પરથી લાખો ટન કાટમાળ અને માટીના તોતિંગ થર ઘરો પર તૂટી પડતાં સર્જાયું કાળમુખું તાંડવ: ભયાનક અવાજો સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં હિમાલયી ક્ષેત્રના ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા5:51 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
ઓકલૅન્ડમાં રાષ્ટ્રગીત વખતે વિરાટ કોહલીનો દેશભક્તિ દર્શાવતો ક્લોઝ-અપ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ: કિવિ બોલર્સની ખબર લઈને રચ્યો નવો ઇતિહાસ : મેચ અગાઉ રાષ્ટ્રગીત દરમિયાન વિરાટની દેશભાવના જોઈને ચાહકો થયા મંત્રમુગ્ધ, ન્યૂઝીલૅન્ડ સામે શાનદાર અર્ધશતાંક ફટકારીને વન-ડે ક્રિકેટમાં નોંધાવ્યા અનેક રેકોર્ડ્સ.8:02 PM IST





























































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી










































































































































































































