તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd October 2025
વડોદરાના લાલબાગ બ્રિજ ઉપરથી નીચે પટકાતા બાઈકચાલકનું મોત
27 વર્ષીય પ્રમોદ સેન શ્રેયસ સ્કૂલ તરફથી બુલેટ બાઈક લઈને લાલબાગ બ્રિજ પર જતો હતો ત્યારે બ્રિજ પર વળાંક ન લઈ શકતા યુવક બ્રિજની રેલિંગ સાથે અથડાઈને બ્રિજ પરથી નીચે પટકાયો હતો

વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક ચાલક યુવકનું લાલબાગ બ્રિજ ઉપરથી નીચે પટકાતા મોત નીપજ્યું છે. માંજલપુર પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ, 27 વર્ષીય પ્રમોદ સેન નામનો યુવક શ્રેયસ સ્કૂલ તરફથી બુલેટ બાઈક લઈને પુરઝડપે લાલબાગ બ્રિજ પર જઈ રહ્યો હતો, તે સમયે બ્રિજ પર વળાંક ન લઈ શકતા યુવક બ્રિજની રેલિંગ સાથે અથડાઈને બ્રિજ પરથી નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓ થતાં યુવકને સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ હાજર તબીબ દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
