તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd October 2025
આટકોટ પાસે વાડીમાં ઉપાડેલી મગફળીની ચોરી કરતા પિતા-પુત્રને ખેડૂતોએ ઝડપી લીધા

(કરશન બામટા દ્વારા) આટકોટ તા. ર :.. આટકોટ પાસે વાડીમાં ઉપાડેલી મગફળીની ચોરી કરતા પિતા-પુત્રને ખેડૂતોએ પકડી પાડી પોલીસને હવાલે કર્યા હતાં.
મળતી વિગતો મુજબ લાલજીભાઇ ભીખાભાઇ હિરપરાએ આટકોટ પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, હું તથા મારા પિતાજી એમ અમે બંન્ને અમારી ગુંદાળા રોડ શિતળા માતાજીના મંદિર પાછળ આવેલ વાડીએ ગયેલ અને ત્યા જોયુ તો અમારી વાડીમાથી બે કયારાની મગફળીના પાથરા જોવામા આવેલ નહિ અને આ મગફળીના પાથરા આશરે કિં રૂ ૭૦૦૦/ ના કોઇ અજાણ્યા ઇસમ રાત્રીના સમયે ચોરી કરી લઇ ગયેલ હોય અને બાદ અમે આજુબાજુમા તપાસ કરતા આ અમારી મગફળીના છોડવા રસ્તામા વેરાયેલા હોય જે આધારે તપાસ કરતા આ મારી મગફળીના પાથરાનીની સાઢમીયા તથા રવિ સાઢમીયા રહે આટકોટ વાળાની ઘરે પડેલ હોય બન્નેને પકડી પાડી આટકોટ પોલીસને જાણ કરી હતી. આટકોટ પોલીસમાં આ ફરીયાદ અન્વયે ગુન્હો દાખલ કરી બન્નેની ધરપકડ કરી હતી.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
