<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

પૂ. મહાત્‍મા ગાંધીજીએ બહાર પાડેલ અલભ્‍ય છાપાઓનું પ્રદર્શન

રાજકોટ : ગાંધી જયંતિ નિમિતે પૂ. ગાંધી બાપુના હસ્‍તે છપાયેલ વર્તમાનપત્રોનું એક પ્રદર્શન રાજુભાઇ દેસાઇ દ્વારા હાથીખાના મેઇનરોડ, શેરી નં.પ સામે, મુસાફીર કોલ્‍ડ્રીંક સામે યોજવામાં આવ્‍યુ હતુ. જેમાં પૂ. મહાત્‍મા ગાંધીજીએ પોતેજે ન્‍યુઝ પેપર બહાર પાડેલ તે તમામ મુકવામાં આવ્‍યા હતા. ૩ જુલાઇ ૧૯૨૧, ૧૫ મી મે ૧૯ર૧ નવજીવનનો વધારો, ૨ ઓકટોબર ૧૯૨૧ તથા અન્‍ય નકલો અહી પ્રદર્શીત થઇ હતી. જેમાં નવજીવન, હરિજન બંધુ સહીતના છાપાઓનો સમાવેશ થાય છે. યુગ ઇન્‍ડિયા અંગ્રેજી નકલ ૧૪ મે ૧૯૩૧ની નકલ પણ અહીં સામેલ કરાઇ હતી. અંગ્રેજી હકુમતની લગામ જે છાપાઓ પર હતી તે છાપાઓની ઓરીજનલ નકલ રાજુભાઇએ સાચવી રાખી છે. આ છાપાઓની કિંમત જે તે સમયે સવા આના જેવી હતી. આજે સવારથી શરૂ કરાયેલ આ ગાંધીજીના છાપાઓનું પ્રદર્શન રાત્રે ૮ વાગ્‍યા સુધી જોઇ શકાશે. રસ ધરાવતા સૌકોઇએ મુલાકાત લેવા રાજુભાઇ દેસાઇ (મો.૯૩૭૪૧ ૦૫૨૯૯)ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૫)

(2:45 PM IST)