તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd October 2025
કટારીયા ચોકડીના ચારેય બાજુના રસ્તા બંધ રહેશેઃ પોલીસ કમિશનરનું જાહેરનામુ
અન્ડરપાસ, ફલાય ઓવરનું કામ પુરૂ ન થાય ત્યાં સુધી રસ્તા બંધઃ વાહનચાલકોએ ક્યાંથી જવું તે જાહેર કરાયું

રાજકોટ તા. ૨: શહેરના કાલાવડ રોડ પર કટારિયા ચોકડી પાસે ફ્લાયઓવર અને અંડરપાસ બનાવવાની કામગીરી શરૂ થવાની હોવાથી કટારિયા ચોકડીની ચારેય બાજુનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને આ અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના જાહેરનામામાં જણાવાયું છે કે કટારિયા ચોકડી પર ફ્લાયઓવર તથા અંડરપાસ બનાવવાનું કામ શરૂ કરવામાં આવનાર છે અને તે કામ પૂર્ણ થાય ત્યાં સુધી કટારિયા ચોકડીએથી કોઇ વાહન પસાર થઇ શકશે નહીં. જાહેરનામાં મુજબ કાલાવડ રોડ જલારામ ફાસ્ટ ફૂડથી કોસ્મોપ્લેક્સ સિનેમા સુધી બંને બાજુ અવરજવર માટે તમામ વાહનો માટે બંધ રહેશે, ૧૫૦ ફૂટ રિંગ રોડ-૨, એક્વાકોરલ બિલ્ડિંગથી લક્ષ્મીના ઢોરાવાળા સ્લેબ કલવર્ટ સુધી બંને બાજુ અવરજવર માટે પ્રતિબંધિત રહેશે.
તેમજ રાજકોટ શહેરથી કાલાવડ તરફ આવવા જવા માટે કાલાવડ રોડથી કોરાટવાડી મેઇન રોડથી ધ-વાઇબવાળા રસ્તાથી ૧૫૦ ફૂટ રિંગ રોડ-૨ થઇ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસથી જીનિયસ સ્કૂલવાળા રસ્તાથી કાલાવડ રોડ તરફ જઇ શકાશે. ઉપરાંત કાલાવડથી રાજકોટ શહેર આવવા જવા માટે, કાલાવડ રોડથી કોસ્મોપ્લેક્સ સિનેમા પહેલા સેરેનિટી ગાર્ડનવાળા રસ્તાથી કોસ્મોપ્લેક્સ સિનેમા થઇ ૧૫૦ ફૂટ રિંગ રોડ-૨ થઇ એલેકઝીર રોડથી ગ્રીનફિલ્ડ ગાર્ડનવાળા રસ્તાથી કાલાવડ રોડ તરફ જઇ શકાશે. ગોંડલ ચોકડીથી જામનગર રોડ તરફ આવવા જવા માટે એક્વારોલથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસથી જીનિયસ સ્કૂલથી કાલાવડ રોડથી કોસ્મોપ્લેક્સ સિનેમા પહેલા સેરેનિટી ગાર્ડનવાળા રસ્તાથી કોસ્મોપ્લેક્સ સિનેમા થઇ ૧૫૦ ફૂટ રિંગ રોડ-૨ તરફ જઇ શકાશે.
જ્યારે જામનગર રોડથી ગોંડલ રોડ તરફ આવવા જવા માટે એલેક્ઝીર રોડથી ગ્રીનફિલ્ડ ગાર્ડનવાળા રસ્તાથી કાલાવડ રોડ કોરાટવાળી મેઇન રોડ, ધ-વાઇબ રોડથી ૧૫૦ ફૂટ રિંગ રોડ-૨થી ગોંડલ રોડ તરફ જઇ શકાશે. આ જાહેરનામાનો ભંગ કરનારા સામે કાર્યવાહી થશે તેમ જણાવાયું છે. (૧૪.૧૩)
(3:37 PM IST)










