<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

વોટ ચોરી ગાદી છોડ મુદે રાજકોટ શહેર અને જીલ્લા કોંગ્રેસ દ્વારા કાલથી એક સપ્તાહ સુધી સહી ઝૂંબેશ

તમામ વોર્ડમાં ડોર ટૂ ડોર જઇ ચૂંટણી પંચની કામગીરીને ઉઘાડી પાડવામાં આવશેઃ જાડેજા, વોરા

રાજકોટઃ જનનાયક રાહુલ ગાંધી દ્વારા ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી થતી વોટ ચોરીને દેશભરમાં ઉઘાડી પાડવામાં આવી છે.

ચૂંટણી પંચની અનેક લોકો વચ્‍ચે આધાર પુરાવા સાથે ઉજાગર કરી છે અને વોટ ચોરીને અટકાવવા ના ઉદેશથી એઆઈસીસીની સૂચના અનુસાર ગુજરાત ભરમાં તારીખ ૩ થી ૧૦ ઓક્‍ટોબર ૨૦૨૫ દરમિયાન વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્‍યું હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપ સિંહ જાડેજાએ જણાવ્‍યું છે.

આ સહી ઝુંબેશ ખરા અર્થમાં લોકતંત્રને બચાવવાની ઝુંબેશ છે આથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન અને કાર્યકર્તાઓ શહેર અને જિલ્‍લાના કોંગ્રેસના આગેવાનો આ વોટ યોર ગાંદી છોડ સહી ઝુંબેશમાં ખૂબ જ સક્રિય રૂપે જોડાઈને વોટ ચોરીને ખુલ્‍લી પાડશે તો તાજેતરમાં આ અંગે રાજકોટ શહેરના કોંગ્રેસના આગેવાનોની બેઠક પણ યોજવામાં આવી હતી જેમાં રાજકોટ શહેરના તમામ વોર્ડમાં ડોર ટુ ડોર ચૂંટણી પંચની કામગીરીને ઉઘાડી પાડવામાં આવશે જે કાંઈ ડમી નામો અને ભાજપના કહેવાતા આગેવાનોના ભ્રષ્ટાચારોને ઉજાગર કરવામાં આવશે અને આ અંગે તારીખ ૩ થી ૧૦ થી ઓક્‍ટોબર સુધી શહેર અને જિલ્‍લામાં વોટ ચોર અંગેનો સર્વે હાથ ઘરવામાં આવશે અને જે કાંઈ ખોટા નામો છે એ બાબતે તંત્રની પોલ ઉઘાડી પાડવામાં આવશે આ અંગે રાજકોટ શહેરમાં સૌથી વધુ કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓની એક ટીમ ડોર ટુ ડોર સર્વે કરશે અને જે કાંઇ ચૂંટણીમાં ગેરરીતી કે ભ્રષ્ટાચાર કરી ખોટા નામો ઉમેરી દેવામાં આવ્‍યા છે તે અંગે કામગીરી કરવામાં આવશે અને આ અંગેના તમામ મુદ્દાઓને આવરી લઈ મિટિંગો ચાલુ છે અને વોટ ચોર ગાદી છોડના મુદ્દે સહી ઝુંબેશ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

વોર્ડ નંબર ૧ થી- ૧૮ ના તમામ વોર્ડ અને શેરી ગલીમાં પણ આ અંગે સહી ઝુંબેશ અંગેની નોંધ કરવામાં આવશે. તેમ ડો. રાજદીપસિંહજી જાડેજા, (પ્રમુખ, શહેર કોંગ્રસ સમિતિ, રાજકોટ અને હિતેશભાઇ વોરા, પ્રમુખ શ્રી જીલ્લા કોંગ્રેસ સમિતિ, રાજકોટ)એ અંતમાં જણાવ્‍યું છે.

તસ્‍વીરમાં લલીતભાઇ કગથરા અને આદિત્‍યસિંહ ગોહિલ પણ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(12:23 PM IST)