તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd October 2025
હિરોઇન બનાવવાની લાલચ દઇ છાત્રાનો અવારનવાર દેહ પીંખ્યોઃ રેલનગરના ફિલ્મ નિર્માતા જયેશ ઠાકોરની ધરપકડ
ઇન્સ્ટાગ્રામમાં જાહેરાત જોઇ બાળા અને તેના માતાએ સંપર્ક કર્યા બાદ જયેશે જાળ બિછાવી ૧૫ વર્ષની બાળાનું એટલુ શોષણ કર્યુ કે કંટાળીને ઘર છોડી ગઇઃ યુનિવર્સિટી પોલીસે શોધીને પૃછા કરતાં ચોંકાવનારી વિગતો ખુલી બાળાની માતાને જયેશે બહેન બનાવી હતીઃ ભાણેજ સાથે જ બળજબરી આચરતો હતોઃ અવાર-નવાર ઓફિસ, ઘર સહિતના સ્થળે લઇ જઇ બેભાનીયા પદાર્થ આપી દેહ પીંખતોઃ બાળા ઇન્કાર કરે તો કહેતો-હિરોઇન બનવું હોય તો આ બધું કરવું જ પડે!: ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે આરોપીને પકડયો હિરોઇનના રોલ માટે તારે મારી સાથે શરીર સ્પર્શના સીન લેવાના હોય જેથી મારે તને અડવું પડશે કહી અડપલા કર્યા, પછી બાથમાં લઇ કિસ કરવાનો પ્રયાસ કર્યોઃ પછી સતત બળજબરી આચરતો રહ્યો

રાજકોટ તા. ૨: શહેરના રેલનગરમાં રહેતાં અને પોતાને સમાજના આગેવાન તરીકે ઓળખાવતાં તેમજ ગુજરાતી ફિલ્મના નિર્માતા તરીકે ઓળખ આપી ડાન્સ ક્લાસ ચલાવતાં રેલનગરમાં રહેતાં જયેશ ઠાકોર નામના શખ્સે ગુજરાતી ફિલ્મમાં કામ આપવાની, હીરોઇન બનાવવાની લાલચ આપી ૧૫ વર્ષની વિદ્યાર્થીનીને પોતાની ચુંગાલમાં ફસાવી શુટીંગની પ્રેકટીસ કરવાના નામે બોલાવી પહેલા અડપલા કરી બાદમાં બળજબરીથી દેહસંબંધ બાંધી લઇ તેમજ અવાર-નવાર બેભાનીયા ખાણી-પીણીના પદાર્થ આપી બેભાન કરી બળાત્કાર ગુજારતાં કંટાળીને આ બાળા ઘર છોડીને નીકળી ગઇ હતી. યુનિવર્સિટી પોલીસે તેને શોધી કાઢતાં ચોંકાવનારી વિગતો ખુલતા આ કહેવાતા ફિલ્મ નિર્માતા સામે ગુનો નોંધી દબોચી લીધો હતો.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર પંદર વર્ષની બાળાની ફરિયાદ પરથી રાજકોટના ફિલ્મ નિર્માતા જયેશ હંસરાજભાઇ ઠાકોર વિરૂધ્ધ દુષ્કર્મ પોકસો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને પકડી લીધો છે. ભોગ બનનાર બાળાને ગુજરાતી ફિલ્મમા કામ અપાવી દેવાના તેમજ ઓડીશનના બહાને તેમજ ફિલ્મ શુંટીગની -ેકટીશ કરાવવાના બહાને લાલચ આપી શરીર સબંધ બાંધી તેમજ ખાણી પાણીની વસ્તુમાં કંઇક ભેળવી અર્ધબેભાન હાલતમા ઇચ્છા વિરૂધ્ધમા અવાર નવાર શરીર સબંધ બાંધી લીધાનો ગુનો દાખલ કર્યો છે. ભોગ બનનાર કોમ્યુટરને લગતો અભ્યાસ કરે છે. તેણીએ જણાવ્યું હતું કે પરિવાર સાથે રહું છું.
આજથી આશરે બે વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામમા મે એક ગુજરાતી ફિલ્મમા કલાકાર બનવા માટે ઓડીશનની જાહેરાત જોયેલ બાદમાં હું અને મારા મમ્મી બંન્ને જયેશ હંસરાજભાઈ ઠાકોર જેમની પાટીદાર ચોક સાધુ વાસવાણી રોડ પાસે પ્રાઇડ કલાસીક કોમ્પલેક્ષમા ઓફીસ નંબર ૭૦૧ તથા ૭૦૨ નંબરની ઓફીસ આવેલ હોય જેમા બાદશાહ ડાન્સ કલાસીસ ચાલુ હોય ત્યાં હું તથા મારા મમ્મી ઓડીશન દેવા માટે ગયા હતાં. ત્યારથી મારે તથા મારા મમ્મી બંન્નેને જયેશ ઠાકોર સાથે ઓળખાણ થયેલ હતી અને આ જયેશ દ્વારા મને જણાવેલ કે થોડા દિવસ પછી હું તમને ઓડીશન માટે બોલાવીશ અને મારા મમ્મીના મોબાઇલ નંબર મે જયેશને લખાવેલ અને તેના પર ફોન કરવા જણાવેલ. બાદમા મારા મમ્મીના મોબાઈલ ઉપર જયેશ ઠાકોરનાનો કોલ આવેલ અને જણાવેલ કે ઓડીશન માટે કાલે આવજો તેમ જણાવેલ અને તે તારીખ મને હાલ યાદ નથી. બાદમા હું તથા મારા મમ્મી ઓડીશન દેવા ગયા હતાં.
ત્યારે મારા મમ્મી તથા મને એવુ જણાવેલ કે તમારે થોડી ડાયલોગ ની પ્રકટીસની જરૂર છે જેથી તમે કલાસીસ ખાતે પ્રેકટીસ કરવા આવવુ પડશે અને દોઢેક મહિના પછી મારા મુવીનુ શુંટીગ છે જો તમને એકટીંગ સરખી આવડી જાય તો હું તમને તે મુવીમા હિરોઇનનો રોલ આપીશ તેવુ જણાવેલ હતુ. જેથી હું ત્યાં પ્રેકટીસ કરવા જતી હતી. ત્યારે આ જયેશ ઠાકોર મને કહેતો કે મુવીમાં કામ કરવા માટે તને હિરોઇનનો રોલ આપવામા આવે તો તારે મારી સાથે શરીર સ્પર્શ જેવા સીન લેવાના હોય છે જેથી તારે હું કવ તેમ મારી નજીક રહી આંખ સાથે આંખ મેંળાવી રોલ કરવાનો રહેશે.
તેમ કહિ તે મારા શરીર સાથે સ્પર્શ કરતો હતો અને આ દરમ્યાન એક વખત જયેશ ઠાકોરએ મને બાથમા ભીડી મારી સાથે કિસ કરવાની હરકત કરેલ જેથી મે પ્રેકટીસમા જવાની ના પાડી દિધેલ અને આ જયેશએ બાદ હું પ્રેકટીસમાં ન જતા મારા મમ્મીને ફોન કરી કહેલ કે તમારી દિકરી પ્રેકટિશમા મોકલો હમણા મુવીનુ શુંટીંગ કરવાનુ છે તેમ કહેતા મારા મમ્મીએ મને પ્રેકટીસ માટે ફરીથી જવાનુ કહેતા હું ફરીથી જવા લાગેલ. ત્યારબાદમા આ જયેશ ઠાકોરએ દિકરીને લગતા વિષયની કહાની પર ગુજરાતી ફિલ્મ બનાવવાનુ નક્કી કરેલ અને તેમા મને ઓફીસના મેડમ તરીકેનો રોલ આપવામા આવેલ અને તેમા મારૂ નામ પણ અલગ રાખેલ હતુ અને ત્યારે તે ફિલ્મના શુંટીગ દરમ્યાન મેંદરડાની મહિલા પણ આવતી હોય અને તે પણ અન્ય રોલમા ફિલ્મમાં હોઇ આ ફિલ્મનુ શુંટીગ આશરે દોઢેક મહિના ચાલેલ હતુ.
રાજકોટમા જ આ ફિલ્મનુ શુંટીગ કરેલ હતુ અને આ ફિલ્મનું કામ પુરૂ થઈ જતા જયેશ ઠાકોર મને તેની ઓફીસે ઇવેન્ટના બહાને ઇવેન્ટ મેનેજમેન્ટનુ કામ આપી બોલાવતો હતો અને મને ફિલ્મમા હિરોઇન બનાવવાની લાલચ આપી મારી સાથે ઓફીસમા શરીર સંબંધ બાંધતો હતો તેમજ ઘણી વખત મને ખાણીપીણીની વસ્તુ ખવડાવતો હતો અને તરતજ હું અર્ધબેભાન જેવી થઈ જતી હતી. બાદમાં જયેશ ઠાકોર મારી સાથે શરીર સબંધ બાંધતો હતો અને બાદમા હું ભાનમા આવી જતા આ જયેશ ઠાકોરને કહેતી હતી કે તમે મારી સાથે આવુ શું કામ કરો છો? જેથી તે મને કહેતો કે કોઇને વાત કરીશ તો હું તને મુવીમા રોલ નહિં આપુ અને ફિલમમા કામ કરવુ હોય તો આવુ તો કરવુ જ પડે.
જેથી હું આ બાબતે કોઇને વાત કરતી ન હતી અને મુંગા મોઢે સહન કરતી હતી અને આ જયેશ ઠાકોર મને પાટીદાર ચોક પાસે આવેલ ફ્લેટમાં તેમજ રેલનગરના તેના ઘરે લઇ જઇ નાળીયેર પાણી પીવડાવતા હું અર્ધબેભાન જેવી થઈ ગયેલ અને જયેશ ઠાકોરએ મારી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધેલ હતો. આ તેણે મારી સાથે છેલ્લે શરીર સંબંધ બાંધેલ બાદમાં આ વાત મે મારી બહેનપણીને કરેલ હતી.
આ પછી પણ આ જયેશ મને અવાર નવાર ફોન કરી તેની ઓફીસે મને બોલાવતો હતો અને એપ્રીલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ સુધી હું બીજા શહેરમાં અભ્યાસ કરતી હોય ત્યારે રજા ઉપર હું અહિં મારા ઘરે આવતી ત્યારે પણ આ જયેશ ઠાકોર મને તેની ઓફીસમા બોલાવતો અને શરીર સંબંધ બાંધેલ હતો અને આજથી ત્રણેક મહિના પહેલા હું આ જયેશની ઓફીસ ખાતે મે ફિલ્મમા કરેલ રોલના પૈસા લેવા જતા આ વખતે જયેશ એ તેની ઓફીસમા મારી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરેલ હતો અને મે તેને ના પાડેલ અને કહેલ કે જો કાંઇ બળજબરી કરશો તો હું જોરજોરથી રાડો પાડીશ જેથી મને તેને જવા દિધેી હતી.
ેઆજથી દોઢેક મહિના પહેલા મારા મારી સાથે ફોનમા વાત કરેલ અને મને કહેલકે તુ કયારે ઓફીસે આવીશ જેથી મે તમે મને ખુબ હેરાન કરો છો હું તમારાથી કંટાળી ગયેલ છુ હું આવવાની નથી તેમ કહેલ હતુ. દરમિયાન અમારે જમીન બાબતે મારે કેસ કરવો હોય જેથી મારા મમ્મીએ મને જમીનના કાગળો લઈ જયેશ ઠાકોરની ઓફીસે દેવા જવાનુ કહેતા મે તેમની ઓફીસે જવાની ના પાડેલ જેથી મારા મમ્મી મને ખીંજાયેલ હતા. આ જયેશ તથા મારા મમ્મી વચ્ચે ભાઇ બહેનનો સબંધ હોઇ જેના કારણે આ જયેશએ મારી સાથે કરેલ ક્રુત્યની વાત મે મારા મમ્મીને કરેલ ન હતી અને મારા મમ્મી મને જયેશ સાથે ફિલ્મમા કામ કરવા જવા મોકલવા માંગતા હોઇ અને મારે જયેશ ઠાકોર સાથે કોઈ કામ કરવુ ન હોઇ અને જયેશ ઠાકોરની સાથે કામ કરૂ તો તે મારી સાથે બળજબરી કરે તેમ હોઇ અને આ વાત મારા મમ્મીને હું જણાવી શકતી ન હતી.
જેથી હું ઘરેથી થોડા દિવસ પહેલા નીકળી ગઈ હતી. હવે ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. તેમ વધુમાં કહેતા પીઆઇ એચ.એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ એચ.એમ. મણવરે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સુચના અન્વયે ડીસીપી (ઝોન-૨) રાકેશ દેસાઇ તથા એસીપી રાધીકા ભારાઇના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એચ.એન.પટેલની રાહબરીમાં આરોપી જયેશભાઇ હંસરાજભાઇ ઠાકોર-તંબોલીયા ચુવાળીયા કોળી (ઉ.વ.૨૫ ધંધો. ફીલ્મ બનાવવનો રહે. ‘જયેશ ઠાકોર', ૫ માધવ બંગ્લોઝ, રેલનગર રાજકોટ)ને ઝડપી લેવાયો હતો.
આ કામગીરી પોલીસ ઇન્સપેકટર એચ.એન.પટેલ, તથા પો.સબ ઇન્સ. એન.વી.ચાવડા, આઇ.એ.બેલીમ તથા એ.એસ.આઇ. જે.એન.ખટાણા, સિધ્ધરાજસિંહ ચુડાસમા તથા પો.હેડ.કોન્સ. હરેશભાઇ સારદિયા, વિજુભા જાડેજા, મહિપાલસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, જીજ્ઞેશભાઇ મારૂ, પો.કોન્સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા, અક્ષયભાઇ પટેલે કરી છે.
(4:30 PM IST)










