News of Thursday, 2nd October 2025
સહીયર કલબ સિલ્વર જયુબીલીઃ આયોજકો દ્વારા સુરેન્દ્રસિંહ વાળાનું અદકેરૂ સન્માન
સહિયર કિંગ દીલીપ સાપરા, સહિયર કિવન શિવાની પટેલ જીત્યા લાખેણા ઈનામોઃ દુબઈ ટુર પેકેજ - ગોવા ટુર પેકેજ - ફિઝ ટીવી બેસી તથા સોનાના ઈનામોની વણઝાર

રાજકોટઃ સહિયર રાસોત્સવ એ સતત ૨૫ મા વર્ષમા અપ્રતિમ સફળતા નો ઝંડો ફરકાવ્યો છે પુજારા ટેલીકોમ, શાયોમી મોબાઈલ, એમ આઈ મોબાઈલના સહયોગથી મેગા ફાઈનલ સંપન્ન શુ થયેલ. મહેમાન તરીકે મેયર નયનાબેન પેઢડીયા તથા કલેક્ટર ડો ઓમપ્રકાશ ઉપસ્થીત રહ્યા હતા. ૨૫ મા વર્ષની અપ્રતિમ સફળતાનો શ્રેય ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાને આપતા સહિયરના આયોજકો એ ચેરમેનને વિશેષ સન્માન આપી વધાવ્યા હતા ઉપરાંત જયદીપ રેણુકા (ગ્લોબલ પબ્લીસીટી ) દ્વારા સુરેન્દ્રસિંહનુ સન્માન કરાયું હતું.
તેજસ શિશાંગીયા તથા સંગીત ગ્રુપ જીલ એન્ટરમેન્ટના સંગાથે ગાયક રાહુલ મહેતા તથા અપેક્ષા પંડયા દ્વારા રાસ ની રમઝટ જામી હતી. હિતેશ ઢાકેયા દર્શન ઢાકેચાના મજબુત તાલ સાથે સંગીત નિયોજન રવિ હાકેચા રવિ ભટ્ટ સાગર માંડલીયા હિરેનખાખી સર્વ કલાકારો એ સહીયરને કલા થી દીપાવ્યુ હતુ ગણેશ સાઉન્ડ રોહીત વાડોદરીયા સંદીપ આસીયાણી શ્રીનાથજી સ્ટુડીયો સહીયર યુ ટ્યુબ ચેનલ મેનેજ કરતા પત્રકાર નિલેશ શિશાંગીયા પીન્ટુભાઈ ઉમીયા મંડપ. ગ્લોબલ કોમ્યુનીકેશન જીતુભાઈ જોષી ગોબલ પબ્લીસીટી જયડીય રેણુકા સહીતના મીત્રો ની મહેનત રંગ લાવી અને મહીયર ને સફળતા માટે સહભાગી બન્યા હતા. સહીયરના મેગા ફાઈનલના અંતે સહિયર કિંગ દીલીપ સાપરા, સહિયર કવીન શિવાની પટેલ, જુનિયર કિંગ સંકેત ચોટલીયા, જુનિયર કિવન જીયા ડોડીયા ઘોષિત થયા હતા.
ગ્રુપ-એ સીનીયર પ્રિન્સેસ - પ્રિન્સઃ કિશા વાછાણી, ભાર્ગવી પાટડીયા, પલ રાદડીયા, હાર્દી અંબાસણા, દિલીપ સાપરા, અજય પરમાર, વંશરાજસિંહ સરવૈયા, અભી ગોંડલીયા, આયુષ રૈયાણી, ગ્રુપ-એ જુનીયર પ્રિન્સેસ-પ્રિન્સઃ જીયા ડોડિયા, સરગમ સોજીત્રા, પુર્ણીમા ટાંક, ખુશાલી મોરી, રાધિકા ગોહિલ, સંકેત ચોટલીયા, રોનક પરમાર ફેનીલ ડોબરીયા, શીવમ ગોસ્વામી, જય પંડયા વિજેતાઓને દુબઈ - ગોવા ટુર પેકેજ બાઈક - સોનાના ચેઈન- ગીની- ફ્રિજ - સ્માર્ટ ટીવી - વોશીંગ મશીન - એસી સોલાર જેવા લાખેણા ઈનામો.
સહિયરના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા .. ફેસ્ટીવ હોલીડેના ઓનર અભિનવ પટેલ .. ઘારા પટેલ .. વિવેક ધુલીયા તથા સહીયરના આયોજકો સર્વશ્રી ક્રિષ્નાપાલસિંહ વાળા, શ્રી ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, જયદીપ રેણુકા, વિજયસિંહ ઝાલા, પ્રકાશભાઈ કણસાગરા, શ્રી સમ્રાટ ઉદેશી, ધૈર્ય પારેખ, કુણાલભાઈ મણિયાર, રવિરાજસિંહ જાડેજા, પિયુષભાઈ રૈયાણી, શ્રી રાજવિરસિંહ ઝાલા, કરણભાઈ આડતીયા, દિવ્યરાજસિંહ જાડેજા, અભિષેકભાઈ અઢીયા, પ્રતિકભાઈ જટાણીયા, હિરેન ચંદારાણા, ધવલભાઈ નથવાણી, દીપકસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ચુડાસમા, આકાશભાઈ કાથરાણી, યુવરાજસિંહ ચુડાસમા, અભિષેકભાઈ શુકલ, નિરવભાઈ પોપટ, રવિભાઈ આડેસરા, ભરતભાઈ વ્યાસ, રૂપેશભાઈ દતાણી, નરેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા, ધર્મેશભાઈ રામાણી, વજુભાઈ ઠુંમર, જતીન આડેસરા, શૈલેષભાઈ ખખ્ખર, એહમદ સાંઘ, ડો. ઈન્દ્રવિજયસિંહ રાણા, મીત વેડીયા, શ્રી નિલેશભાઈ તુરખિયા, નિલેશભાઈ ચિત્રોડા, અનીશભાઈ સોની, મનસુખભાઈ ડોડીયા, સુનિલભાઈ પટેલ, શૈલેષભાઈ પંડયાના હસ્તે એનાયત થયા હતા.
(3:50 PM IST)










