<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, મોરબીમા યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેસન બનતા ગુજરાતમાં વરસાદ વરસશે:બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમા આજે વરસાદની શકયતા

અમદાવાદ : હવામાન વિભાગે ગુજરાતમાં આજે વરસાદની આગાહી કરી છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, મોરબીમા યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ ગુજરાતના જિલ્લાઓમા વરસાદની આગાહી કરાઈ છે. અરબ સાગરમા ડિપ્રેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેસન બનતા ગુજરાતમાં વરસાદ વરસશે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમા આજે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને ત્રણ દિવસ દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.

 

(7:11 PM IST)