<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાદીની ખરીદી કરી

ખાદી ફોર નેશન,ખાદી ફોર ફેશન‘ તેમજ ’વોકલ ફોર લોકલ‘ની મુહિમને વેગ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ આજે ગાંધી જયંતિ નિમિત્તે  અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી ખાદીની ખરીદી કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ખાદી ફોર નેશન,ખાદી ફોર ફેશનની મુહિમમાં સહભાગી થયા હતા.

  સ્વદેશીના પ્રતીક સમાન ખાદીની ખરીદી કરીને તેમણે 'વોકલ ફોર લોકલ ' અને 'આત્મનિર્ભર ભારત' ના ધ્યેય ને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન અર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ થલતેજ વિસ્તારમાં આવેલા ભારત ખાદી ગ્રામોદ્યોગ સંઘના યુનિટ યશ ખાદી એમ્પોરિયમ અને સિંધુ ભવન રોડ પર આવેલા ખાદી ઇન્ડિયાના યુનીટ ઓમ ખાદીમાંથી ખાદીની ખરીદી કરી હતી.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, સહિત મ્યુનિ. કોર્પોરેશનના સભ્યો અને શહેર ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(7:57 PM IST)