તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd October 2025
શાંતિ યોજનાઓ વચ્ચે ઇઝરાયલે ગાઝામાં કર્યો ભયાનક હુમલો
આ હુમલામાં ઓછામાં ઓછા 16 ફિલીસ્તીનીઓના મૃત્યુ:ગાઝા સિટીના પશ્ચિમી ભાગમાં એક પીવાના પાણીના ટેન્ક પાસે ભેગા થયેલ લોકો પર કરવામાં આવ્યો હતો હુમલો

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ દ્વારા ગાઝામાં શાંતિ યોજના વચ્ચે ઈઝરાયેલે ગાઝામાં ભાયનક હુમલો કર્યો છે. હુમલામાં ઓછામાં ઓછા 16 ફિલિસ્તીનીઓના મોત થયા છે. સ્થાનિક હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે, મૃતકોમાં ગાઝા સિટીમાં વિસ્થાપિતો માટે બનાવેલી સ્થળમાં આશરો લઈ રહેલા લોકોનો પણ સમાવેશ થાય છે. અલ-અહલી હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે, ગાઝા શહેરના પૂર્વ જિતૂન વિસ્તારમાં આવેલી અલ-ફલાહ શાળા પર થોડી જ મિનિટોના અંતરે બે હુમલા થયા હતા. ગાઝા સિટીના પશ્ચિમી ભાગમાં એક પીવાના પાણીના ટેન્ક પાસે ભેગા થયેલા લોકો પર થયેલા અન્ય એક હુમલામાં પણ પાંચ ફિલિસ્તીનીઓ માર્યા ગયા હતા.
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સાત ઓક્ટોબર-2023ના હુમલા બાદથી ઈઝરાયલની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 66000થી વધુ ફિલિસ્તીનીઓના મોત થયા છે, જ્યારે આશરે 1.70 લાખ લોકો ઘાયલ થયા છે. પત્રકારોની સુરક્ષા સમિતિ (CPJ) મુજબ આ ક્ષેત્રમાં 200થી વધુ પત્રકારો અને મીડિયાકર્મીઓએ પણ જીવ ગુમાવ્યો છે.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
