તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd October 2025
આ વરસાદ ચોમાસાનો કહેવાય કે માવઠાનો? ખેડૂતોનો પ્રશ્ન
ચોમાસાની વિદાય સમયે પણ વરસાદી માહોલ બરકરાર

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. રઃ દક્ષિણ-પヘમિ ચોમાસુ જમ્મુ કાશ્મિર, લદાખ, ઉતરાખંડ, હિમાચલ, હરીયાણા, દિલ્હી, પંબાજ સાથે રાજસ્થાન અને ગુજરાત ના અમુક હિસ્સાઓને બાદ કરતા વિદાય લઇ ચુકયાની રેખા દોરી આઇએમડી દ્વારા સતાવાર જાહેરાત પણ વહેલી કરાઇ ચુકી છે. જો કે હવે મોન્સુન વીડ્રોવલની આગેકુચ અટકી ગઇ છે. ચોમાસુ વિદાય લીધા બાદ પણ આ સ્થળોએ વરસાદી માહોલ જોવા મળી રહયો છે. આઇએમડી દેશના દરીયા ખેડૂઓ-માછીમારો થી માંડી દેશના ખેડૂત વર્ગ માટે ભરોસાપાં માર્ગ દર્શકની ભૂમિકા ભજવે છે. ખેડૂત વર્ગ જયારે આઇએમડી દ્વારા જાહેર કરાયેલી સતાવાર જાહેરાત જુએ, સાંભળે છે કે જે તે સ્થાનોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે ત્યારે આ વર્ગની એ માનસિકતા રહે છે કે અહીંથી ચોમાસાએ વિદાય લીધી હોઇ, હવે અહીં વરસાદ નહીં વરસે. અને આ માનસિકતા મુજબ પોતાના આયોજનો કરે છે અને પછી અણધાર્યો વરસાદ ખાબકે છે અને આયોજનો નિષ્ફળ જાય છે. ખેડૂત વર્ગ માં આઇએમડી પ્રત્યેની શ્રધ્ધા-વિશ્વસનીયતા આ કારણે ઘટે છે. જો કે આ હવામાન વિભાગનો પોતાની ઇમેજ માટેનો પ્રશ્ન છે.
હાલ બંગાળની ખાડીમાંથી આવેલી મજબુત સિસ્ટમે ગુજરાતમાં વરસાદ વરસાવ્યો. પણ રાજયોના જે ભાગોમાં ખાસ કરી કચ્છ-સૌરાષ્ટ્ર ના વિસ્તારોમાં જયાં જયાં મોન્સૂન વીડ્રોવલ ની રેખા અંકાઇ છે ત્યાં ત્યાં સામાન્ય-હળવો વરસાદ જ નોંધાયો પણ ગુજરાત રીઝન નો દક્ષિણનો ભાગ, સૌરાષ્ટ્રના દક્ષિણ ના કાંઠાળા વિસ્તારોનો ભાગ કે જયાં હજુ ચોમાસાએ વિદાય નથી લીધી તે આસપાસના વિસ્તારો સુત્રાપાડા-માંગરોળ-ઉના વગેરેમાં જ ભારે વરસાદ નોંધાયો. જયાં ચોમાસુ વિડ્રોવલ થયુ છે તે સૌરાષ્ટ્રનો વિસ્તાર ભારેથી અતિભારે વરસાદથી સલામત રહયો.
હાલની સિસ્ટમ હવે અરબ સાગર તરફ જઇ રહી છે અને બંગાળની ખાડીમાં હજુએ નવી સિસ્ટમો ઉદભવી રહી છે. પણ સૌરાષ્ટ્ર ભારેથી અતિભારે વરસાદથી સલામત જ રહેનાર છે. હાલનું ચોમાસુ અગાઉના ચોમાસાઓથી અલગ અને અનોખા પ્રકારનું તો છે જે ૩૦ સપ્ટેમ્બરે ચોમાસુ પૂર્ણ થતુ હોય છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
