Gujarati News

Gujarati News

  • પટનાના ગાંધી મેદાનમાં હજારો મુસ્લિમ બિરાદરો થયા ભેગા : બિહારની રાજધાની પટણાનાં ગાંધી મેદાનમાં ઈમારત શરિયા અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઈએમપીએલબી) એ સંયુક્ત રીતે ઇસ્લામ અને દેશને ભયમાં જાહેર કરતા રસ્તા પર ઉતરવાનું એલાન કર્યું છે. લાખો મુસ્લિમો આ રેલીમાં જોડાવા ગાંધી મેદાનમાં રવિવાર સુધી પહોંચવાની ધારણા છે. આ રેલીને 'દીન (ધર્મ) બચાઓ, દેશ બચાઓ' નામ આપવામાં આવ્યું છે. access_time 4:01 pm IST

  • કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહે શનિવારે કહ્યું કે અલ્પસંખ્યકોને અનેક અધિકારો મળેલા છે જ્યારે બહુસંખ્યકોને નથી. તેમણે છેલ્લા કેટલાય દાયકાઓમાં બંધારણની જે રીતે વ્યાખ્યા કરવામાં આવી છે તેના ઉપર ફરીથી વિચાર કરવાની વકીલાત કરી. કાયદા સામે બધા સમાન છે તેનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રીએ કહ્યું કે "છેલ્લા બે દાયકાઓમાં જે રીતે બંધારણની વ્યાખ્યા કરવામાં આવી અને કાયદાને પરિભાષિત કરવામાં આવ્યો તેના ઉપર ફરીથી વિચાર કરવાની જરૂર છે. આપણે તેના ઉપર ફરીથી વિચાર કરવો જોઈએ." access_time 12:41 am IST

  • આઈપીએલ સીઝન 11ની 10મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાઈ. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે નિર્ધારીત 20 ઓવરોમાં 8 વિકેટ ગુમાવીને 138 રન કર્યાં અને સનરાઈઝર્સ હૈદરાબાદને જીતવા માટે 139 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં હૈદરાબાદ 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 139 રન કર્યાં. હૈદરાબાદે કોલકાતાને 5 વિકેટથી હરાવ્યું. હૈદરાબાદની આ સતત ત્રીજી જીત છે અને પોઈન્ટ ટેબલમાં તે 6 પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે. access_time 12:51 am IST