Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા સોમનાથ દાદાના દર્શને ;મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત :ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના જોડાયા :

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સોમનાથદાદાના દર્શન કર્યા છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અમિત ચાવડાનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન તેમની સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના આગેવાનો પણ જોડાયા હતા.

   અત્રે ઉલ્લેખનીય છે કે અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમવાર સોમનાથની મુલાકાતે ગયેલ છે,તેમની આ મુલાકાતને પગલે સ્થાનિક કોંગી કાર્યકરોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું
  કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ચાવડાએ સોમનાથ દાદાના દર્શન કરી સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે મુલાકાત કરીને પક્ષ માટે કરવામાં આવતી સ્થાનિક કામગીરી અંગે જાણકારી મેળવીને કેટલાક સલાહ-સુચન પણ કર્યા હતા. 

(12:42 pm IST)