Gujarati News

Gujarati News

તા. ૧૫ એપ્રિલ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ચૈત્ર વદ - ૧૪ રવિવાર
તા. ૧૪ એપ્રિલ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ચૈત્ર વદ - ૧૩ શનિવાર
તા. ૧૩ એપ્રિલ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ચૈત્ર વદ - ૧૨ શુક્રવાર
તા. ૧૨ એપ્રિલ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ચૈત્ર વદ - ૧૧ ગુરૃવાર
તા. ૧૧ એપ્રિલ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ચૈત્ર વદ - ૧૦ બુધવાર
  • વિશ્વહિન્દુ પરિષદ ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી પ્રવીણ તોગડીયા ચૂંટણીમાં હારી જતા રાજકોટમાં તેમના સમર્થકો નારાજ થયા છે. રાજકોટમાં તોગડીયાના અમુક સમાર્થકોએ નારાજ થઇ રાજીનામુ આપવાની ચિમકી ઉચ્ચારી છે. રાજકોટ મહાનગર પૂર્વવિભાગના પ્રમુખ જેન્તીભાઈ પટેલે રાજીનામું આપી દીધું છે. પ્રવીણ તોગડીયા વિના વીએચપીમાં કામ કરવું મુશ્કેલ છે તેવુ જયંતીભાઈ પટેલનું કહેવું છે. તમને જણાવી દઇએ કે, જયંતીભાઈ છેલ્લા 25 વર્ષ થી વીએચપી સાથે જોડાયેલા છે. ત્યાં જ અમદાવાદમાં ચુંટણી પરિણામ બાદ VHP કાર્યકરો નારાજ થઇ ગયા હતાં અને મોટી સંખ્યામાં કાર્યકરોએ દેખાવો કર્યા હતાં. access_time 12:42 am IST

  • અમદાવાદ એલીસબ્રીજ પોલીસે આઇપીએલ પર સટ્ટો રમતા શખ્શ સુરેશ યાદવને હોટલ અર્બનમાંથી દબોચ્યો : રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જ બેંગલોરના મેચ પર સટ્ટો રમાડતો હતો સુરેશ : લેપટોપ, ટીવી, મોબાઇલ સહિત ઘણી ચીજો પોલીસે જપ્ત કરી access_time 12:25 am IST

  • વિશ્વ હિંદુ પરિષદની થયેલી ચૂંટણી પછી હવે વીએચપીના કાર્યકારી અધ્યક્ષના પદ પરથી પ્રવિણ તોગડિયાની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ પદ હવે પ્રવિણ તોગડિયાના બદલે આલોકકુમારની નિમણૂંક કરવામાં આવી છે. આલોકકુમાર યુપીના રહેવાસી છે અને વ્યવસાયે એડવોકેટ છે. હવે વીએચપીની બોડીનું વિસર્જન કરી દેવાયું છે અને ટૂંક સમયમાં નવી ટીમની જાહેરાત કરવામાં આવશે. આમ, વિશ્વ હિન્દુ પરિષદમાંથી પ્રવિણ તોગડિયાની હકાલપટ્ટી થતા રાજ્યભરમાં તેની ઊંડી અસર જોવા મળી રહી છે. ટપોટપ રાજીનામા પડવા લાગ્યા છે. ગુજરાતમાં 10થી વધુ જિલ્લાઓમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો રાજીનામા આપી રહ્યાં છે. આગામી દિવસોમાં વધુ રાજીનામા પડે તો નવાઈ નથી. access_time 12:43 am IST