Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • અમદાવાદ એલીસબ્રીજ પોલીસે આઇપીએલ પર સટ્ટો રમતા શખ્શ સુરેશ યાદવને હોટલ અર્બનમાંથી દબોચ્યો : રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જ બેંગલોરના મેચ પર સટ્ટો રમાડતો હતો સુરેશ : લેપટોપ, ટીવી, મોબાઇલ સહિત ઘણી ચીજો પોલીસે જપ્ત કરી access_time 12:25 am IST

  • ઉન્નાવ ગેંગરેપ મામલે ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની સંડોવણીથી નારાજ અલાહાબાદના એક મહોલ્લાના લોકોએ પોતાનો વિરોધ અનોખી રીતે વ્યક્ત કર્યો છે. શહેરની શિવકુટી કોલોનીમાં ઘરોની બહાર પોસ્ટર જોવા મળ્યાં છે. જેમાં મહિલાઓની સુરક્ષાનો હવાલો આપતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને આ વિસ્તારમાં ન આવવા માટે જણાવાયું છે. જો કે એ સ્પષ્ટ નથી થયું કે આ પોસ્ટર કોણે લગાવ્યાં છે પરંતુ સોશિયલ મીડિયામાં આ પોસ્ટરો ચર્ચાનો વિષય બન્યા છે. access_time 1:59 am IST

  • સંયુક્ત રાષ્ટ્ર પરિષદ એક શંકાસ્પદ કેમિકલ હથિયારના હુમલાના જવાબમાં સિરીયા પર અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન દ્વારા હવાઈ હુમલાની ચર્ચા માટે રશિયાના આગ્રહ પર શનિવારે બેઠક કરશે, આ બેઠક ભારતીય સમય અનુસાર રાત્રે 8:30થી શરૂ થઈ હતી. આ બેઠકમાં રશિયા દ્વારા રજુ થયેલ ઠરાવ પસાર થઈ શક્યો નથી જેમાં રશિયાએ હાલમાં સીરિયા પર થયેલ અકેરિકા - ફ્રાંસ અને બ્રિટન દ્વારા સંયુક્ત હુમલા ને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન અને યુ.એન. ચાર્ટર દ્વારા સીરિયન અરબ રિપબ્લિક સામે આક્રમણ ગણાવાયું હતું. માત્ર રશિયા, ચાઇના અને બોલિવિયાએ આ ઠરાવની તરફેણમાં મત આપ્યો, જ્યારે આઠ દેશોએ ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. access_time 2:00 am IST