Gujarati News

Gujarati News

  • રર દિવસ પહેલાં આણંદ જીલ્લાના પેટલાદ તાલુકાના વિરસદ નજીક આમીયાદ પાસેથી રહસ્યમય રીતે ગુમ થઈ ગયેલી યુવતી પર તેના જ મિત્રએ સુરતથી મુંબઈના પ્રવાસ દરમિયાન સ્લીપર કલાસ બસમાં ચાલુ બસે બંધ લાઈટ અને અંધકારનો લાભ લઈને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ચોંકાવનારી ઘટના બનતાં વિરસદ પોલીસે ઘટના અંગે યુવતીની ફરીયાદના આધારે હેવાન બનીને દુષ્કર્મ ગુજારનાર સોલંકી નામધારી મિત્રની સામે ગુનો નોંધીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. access_time 12:40 am IST

  • વિશ્વ હિંદુ પરિષદની થયેલી ચૂંટણી પછી હવે વીએચપીના કાર્યકારી અધ્યક્ષના પદ પરથી પ્રવિણ તોગડિયાની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ પદ હવે પ્રવિણ તોગડિયાના બદલે આલોકકુમારની નિમણૂંક કરવામાં આવી છે. આલોકકુમાર યુપીના રહેવાસી છે અને વ્યવસાયે એડવોકેટ છે. હવે વીએચપીની બોડીનું વિસર્જન કરી દેવાયું છે અને ટૂંક સમયમાં નવી ટીમની જાહેરાત કરવામાં આવશે. આમ, વિશ્વ હિન્દુ પરિષદમાંથી પ્રવિણ તોગડિયાની હકાલપટ્ટી થતા રાજ્યભરમાં તેની ઊંડી અસર જોવા મળી રહી છે. ટપોટપ રાજીનામા પડવા લાગ્યા છે. ગુજરાતમાં 10થી વધુ જિલ્લાઓમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો રાજીનામા આપી રહ્યાં છે. આગામી દિવસોમાં વધુ રાજીનામા પડે તો નવાઈ નથી. access_time 12:43 am IST

  • પંજાબના બે વેપારીને કેટલાક અજાણ્યા શખ્સોએ ૧૦૦ કરોડથી વધુનો હવાલો અને તેનું કમિશન આપવાની લાલચ આપી હતી. લાલચના નામે અમદાવાદ આવેલા પંજાબના બલદેવસિંહ અને સુરેન્દ્ર કુમારનું અપહરણ નકલી પોલીસ બનીને કરવામાં આવ્યું હતું. અને ખંડણી માગવામાં આવી હતી. ત્યારે આ મામલે નવરંગપુરા પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે અને પોલીસે દર્શન ચાવડા, પુજન ખમાર અને કાર્તિક પટેલની ધરપરડ કરી છે. access_time 12:41 am IST