Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

જામનગરમાં વૃધ્ધાના ઘરમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો : એલસીબીએ બે શખ્સો દબચ્યા : ર૭.૧૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

જામનગર : અહીંના દિવ્યવિજય પ્લોટમાં ગર્ભશ્રીમંત ઉદ્યોગપતિનાં બંગલામાં રહેતા મહિલા વૃધ્ધને મારમારી સોના  તથા રોકડની લૂંટ ચલાવી મહિલાને હાથ-પગ બાંધી ફરાર થઇ ગયેલા આરોપીને શોધવામાં અને  ગુનાનો ભેદ ઉકેલવામાં જામનગર એલસીબી ને સફળતા મળી છે.

આ ગુનાનાં બનાવ બાદ માત્ર ૩૮ કલાકમાં પોલીસે સઘન તપાસનાં અંત બે આરોપીની ઝડપી લઇ તેમની પાસેથી લૂટાયેલો કુલ ર૭.૭૭ લાખ રોકડ રકમ તેમજ સોનાના દાગીના મુદ્દામાલ તરીકે કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

(4:09 pm IST)