Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

મોરબીના સામાકાંઠે ઘરની બહાર પાર્ક કરેલ ચાર બાઇકમાં આગ લગાડાઇ :બે બાઈક બળીને ખાખ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઘરની બહાર પાર્ક કરવામાં આવેલા બાઈકને અજાણ્યા શખ્શો દ્વારા આગ લગાવી દેવાની ઘટના બનતા ચકચાર મચી છે. બે બાઈક બળીને ખાખ થયા છે આ મામલે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
  મળતી વિગત મુજબ મુજબ સામાકાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીના રહેવાસીઓના બાઈક ઘરની બહાર પાર્કિંગ કરેલા હોય જે પૈકીના ચાર બાઈકને ગત રાત્રીના અજાણ્યા ઇસમોએ નિશાન બનાવ્યા હતા અને વહેલી સવારના સુમારે બાઈકમાં આગ ચાંપી દેવામાં આવી હતી જોકે સોસાયટીના રહેવાસીઓ જાગી ગયા હતા જેથી તુરંત પાણીનો મારો ચલાવ્યો હતો જોકે બે બાઈક બળીને ખાખ થયા હતા જયારે બાકીના બાઈકમાં નુકશાની થવા પામી હતી.
જોકે ગત રાત્રીના બનેલી ઘટના અંગે આજે બપોર સુધી બી ડીવીઝન પોલીસમાં કોઈ નોંધ જોવા મળી નથી.

 

(11:37 pm IST)