Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

મોરબીના ઊંચી માંડલના તલાટી મંત્રીને જાનથી મારી નાખવાની ધમકી

આરોપી નવીન ભાણાએ દારૂ પીધેલી હાલતમાં આવીને આકારણીની વિગતો જોવા કહ્યું :બહાર બેસવાનું જણાવતા ઉશ્કેરાયો

મોરબીના ઉંચી માંડલ ગામે તલાટી મંત્રીને દારૂ પીધેલી હાલતમાં આવીને ધમકીઓ અપાતા તેમજ ફરજમાં રૂકાવટ ઉભી કરી હોય પોલીસે ગુન્હો નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે .

  મળતી વિગત મુજબ મોરબીના કેનાલ રોડ પરના રહેવાસી ડેનીશ નારણભાઈ ઝાલરિયાએ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩ ના રોજ તે ઉંચી માંડલ ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી મંત્રી તરીકે ફરજ પર હોય ત્યારે આરોપી નવીન ભાણા નામનો શખ્શ દારૂ પીધેલી હાલતમાં આવ્યો હોય જેને પોતાની આકરણી વિગતો જોવા જણાવતા ત્યારે તલાટી મંત્રીએ તેણે બહાર બેસવાનું કહેતા ઉશ્કેરાઈ ગયો હોય જેને રૂબરૂ અને બાદમાં તેણે ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરજમાં રૂકાવટ પેદા કરી છે.

(11:35 pm IST)