Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

અમરેલીના વડીયામાં ઇજાગ્રસ્‍તને લઇ જતી ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ પણ રસ્‍તામાં જ ઇજાગ્રસ્‍ત થઇ : બંધ પડતા દોડધામ

વડીયા : વડીયામાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ રસ્‍તામાં બંધ પાડી જતા દર્દી  કફોડી સ્‍થિતિમાં મુકાાય હતા.

અકસ્માતના એક કેસમાં ઘાયલ મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.જેથી તેમને જેતપુર રિફર કરવામાં આવી રહ્યા હતા. તે સમયે 108 એમ્બ્યુલન્સ બંધ પડી હતી. જેથી દર્દીને ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ દ્વારા જેતપુર રિફર કરવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સ રસ્તામાં બંધ થઈ જતા દર્દીના પરિવારજનો ચિંતિત બની ગયા હતા. જોકે ખાનગી એમ્બ્યુલન્સથી દર્દીનું તુરંત જેતપુર ખસેડાતા રાહતનો શ્વાસ લીધો.

(4:52 pm IST)