Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

કોડીનારના મોરડીયા ગામે બાળકીને દિપડાએ શિકાર બનાવી : ગ્રામજનોમાં રોષ : વન કર્મચારીઓ દિપડાને પકડવા સક્રિય થયા

કોડીનાર : કોડીનાર અને સુત્રપાડા વચ્ચે આવેલા મોરડિયા ગામે ગઇરાત્રે એક ખૂંખાર દીપડો ત્રાટકયો હતો અને ઘરના આંગણામાં રમી રહેલી પાંચ વર્ષની બાળકીને મોઢામાં દબોચીને તાણી ગયો હતો. ગ્રામજનોએ તેને દીપડાના મુખમાંથી છોડવી હતી અને સારવાર માટે હોસ્પિટલે ખસેડી હતી પણ તે બચી શકી ન હોતી. ગ્રામજનોમાં આ દીપકડા પ્રત્યે ભભૂકેલા રોષ જોઇએ વનતંત્ર દોડતું થઇ ગયું છે અને દીપડાને પકડવા છ પાંજરા ગોઠવ્યા છે.

(11:29 am IST)