Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

કેશોદમાં દબાણકારોની દાદાગીરી નદીમાં દબાણ કરી બે કિ.મી. સુધીમાં નદીનું અસ્‍તિત્‍વ જ મીટાવી દીધું : છે કોઇ કહેવાવાળુ ?

કેશોદપંથકમાં દબાણકારોની દાદાગીરી અમરશીમાએ પહોંચી છે દબાણકારો નદીને પણ છોડતા નથી તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે.

ટિલોરી નદી શહેરને 2 કિલોમીટર વીંધીને બહાર નીકળે છે. પરંતુ નદી પર અનેક બાંધકામો ખડકી દેવાતા પાણીના નિકાલની સમસ્યા ઉભી થઇ છે. શહેરના નાગરીક દ્વારા નગરપાલિકાના ભાજપના એક સભ્ય પર નદી પર ગેરકાયદે બાંધકામ મુદ્દે હાઇકોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. જે અંગે કલેક્ટર દ્વારા બાંધકામ પાડી નાખવા નગરપાલિકાને સૂચના પણ અપાઇ હતી. તો આરટીઆઇ કાર્યકર્તા દ્વારા પણ વર્ષો પહેલાની અને હાલની નદીની પહોળાઇ અંગે માહિતી માંગતા નગરપાલિકાએ તેમની પાસે ટિલોરી નદી અંગે કોઇ રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતું. નદી પરના બાંધકામોને પગલે નદીમાં મોટા પ્રમાણમાં કચરો એકઠો થઇ રહ્યો છે. આથી નદી પરની પેશકદમીનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલાય તેવી શહેરીજનોની માંગણી છે.

(4:53 pm IST)