Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

વાંકાનેરના ભઠ્ઠી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૮ પત્તાપ્રેમી પકડાયા

વાંકાનેરના ભઠ્ઠી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૮ પત્તાપ્રેમીને વાંકાનેર સીટી પોલીસે ઝડપી લઈને  કાર્યવાહી હાથ ધરી છે.વાંકાનેર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વાંકાનેરના જાહેરમાં જુગાર રમતા આરોપી પ્રવીણ કિશોરભાઈ વાનસિયા રહે પેડક સોસાયટી ભઠ્ઠી વિસ્તાર વાળો તથા વી. ૪ આરોપીઓને રૂપિયા ૧૦,૨૩૦ ની રોકડ રકમ સાથે ઝડપી પડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
   વાંકાનેર પોલીસની આ કામગીરીમાં પી.એસ.આઈ. એમ.જે.ધાંધલ, આર.એચ.જાડેજા, અરવિંદભાઈ ઝાપડીયા, સંજયસિંહ, હરેશભાઈ આગલ, વિરેન્દ્રસિંહ ઝાલા અને અરવિંદભાઈ ઓળકિયા જોડાયા હતા .

(11:36 pm IST)