Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

ગીરગઢડાના ધાર્મિક સંકુલમાં બાળકી સાથે ચેનચાળા કરતો એક ઇસમ ઝડપાયો

ઉના :  ગીરગઢડા તોબના પ્રસિધ્ધ યાત્રાધામ ટપેશ્વર મહાદેવ ધામમાં એક સમાજ દ્વારા સમુહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અને દોઢસોથી વધુ ભાવિકો એકઠા થયા હતા અને સમુહ પ્રસાદની તૈયારીઓ ચાલતી હતી જેમાં આઠ વર્ષની બાળા તેના માતા-પિતા સાથે આવી હતી અને એ તરફ પ્રસાદની શરૂઆત થઇ હતી. દરમિયાન માસુમ બાળા ગુમ થઇ જતા હાજર લોકોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન નજીક આવેલી ગુઠામાં બાળાનો રડયાનો અવાજ આવતા લોકો દોડીગયા હતા અને લોકો ચોંકી ઉઠયા હતા. એક નરાધામ શખ્સ માસુમ બાળકી સાથે અડપલા કરતો નજરે પડ્યો તો અને તાકીદે પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં નરાધમ શખ્સ ઝખીયા ગામનો મનુ મીના મકવાણા હોવાનું ખુલ્યુ હતું અને તેને આ સ્થળે કોઇ આમંત્રણ પણ નહોતું અને માસુમ બાળકીને લોકોની નજર ચુકવીને ઉઠાવી ગયો હતો. પોલીસે નરાધામ મનુ ચીના મકવાણા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(11:29 am IST)