Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

મોરબીમાં હાઉસિંગ બોર્ડના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ધર્મેદ્ર બારોટ ઝડપાયો :ભુપત બોરીચાની શોધખોળ

મોરબી :અહીંના હાઉસિંગ બોર્ડના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ધર્મેન્દ્ર બારોટને ઝડપી લેવાયો છે .
   જાણવા મળતી વિગત મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેણાંક મકાનમાં દારૂ હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરતા ઘરમાં રાખેલ ૬૯ બોટલ વિદેશી દારૂની બોટલ કીમત ૨૦,૭૦૦ મળી આવતા દારૂનો જથ્થો તેમજ ૨ મોબાઈલ મળી ૨૨,૨૦૦ ના મુદામાલ સાથે મકાનમાલિક ધર્મેન્દ્ર રોહિત બારોટને દબોચી લીધો હતો જયારે અન્ય આરોપી ભૂપત દેવજી બોરીચા રહે. ફડસર વાળાનું નામ ખુલતા તેણે ઝડપી લેવા કવાયત આદરી છે.

 

(11:36 pm IST)