<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

મોરબીને રૂ. ૧૦૪૨ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : રાજ્ય સરકારની નીતિઓના કારણે નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત મોખરે : ૨૦૧૩માં અસ્તિત્વમાં આવેલો મોરબી જિલ્લો આજે "વિકસિત ગુજરાત"ની આધારશીલા બન્યો : દેશના ૮૦ ટકા સિરામિક ઉત્પાદન સાથે મોરબીએ ગુજરાતને વિશ્વ કક્ષાએ ગૌરવ અપાવ્યું : "કવોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં તેવા મંત્ર સાથે મોરબીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સુદ્રઢ કરવા સરકાર તત્પર : ભુપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાના શહેરી વિકાસના રૂ. ૫૨૮ કરોડથી વધુના ૭૬ કામો અને રોડ રસ્તા સહિતના વહીવટી તંત્રના રૂ. ૫૧૪ કરોડથી વધુના ૨૦૮ વિકાસ કામોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ કરાયું : નાનું એવું નગર મોરબી વિકાસના પથ પર હરણફાળ ભરી આજે મહાનગર બન્યું છે : મોરબી પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા : સરકાર મોરબીને જનકલ્યાણના અનેક કામો આપવા સતત તત્પર : રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા7:01 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST