તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th January 2026
બેંગ્લોરમાં ઝેરી દવા પી લેનારા પવનનું રાજકોટના ઘરે બેભાન થયા બાદ મોત
હોટેલમાં નોકરી કરતો હતોઃ ૧૮ વર્ષના દિકરાના મોતથી પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૨૪: માધાપર ચોકડી પાસે જામનગર-મોરબી બાયપાસ પાસે હરિક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતાં પવન દાનીસિંગ નેપાળી (ઉ.વ.૧૮) નામના યુવાને ગત ૧૯/૧ના રોજ બેંગ્લોર ખાતે ઝેરી દવા પી લેતાં બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ તેના મોટા ભાઇના ઘરે લાવવામાં આવ્યો હતો. અહિ સવારે તબિયત બગડતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તબિબે મૃત જાહેર કર્યો હતો.
પવન બેભાન થઇ ગયાની જાણ સગા પરિવાર મારફત થતાં નેપાળી સમાજના કાર્યકર સંજયભાઇ કારકીએ ત્યાં પહોંચી ૧૦૮ બોલાવી હતી અને પવનને સ્વિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જો કે અહિ તેને તબિબે મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. તે બે બહેન અને ત્રણ ભાઇમાં ચોથો હતો. તેના પરિવારજનો રાજકોટ રહે છે. પોતે કેટલાક સમયથી બેંગ્લોર રહી હોટેલમાં નોકરી કરતો હતો. તેણે આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પરિવારજનો જાણતાં નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
(3:09 PM IST)










