<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

શાપરમાં ‘હું સિગારેટ પીવ છું તેવું મારા પિતાને ખોટુ કેમ કહ્યું' કહેતાં યશ પર ધોકાવાળીઃ એક્‍ટીવામાં તોડફોડ

શાંતિધામના લલીતે યશને બચાવવા વચ્‍ચે પડેલા તેના મામા કોૈશિકભાઇ અને સંદિપભાઇને પણ ધોકા ફટકાર્યા

રાજકોટ તા. ૨૪: શાપરમાં રહેતાં એક યુવાને શાંતિધામના શખ્‍સ પાસે થોડા દિવસ પહેલા માચીસ માંગી હોઇ આથી આ શખ્‍સે આ યુવાનના પિતાને ‘તમારો છોકરો સિગારેટ પીવે છે' તેમ કહી દેતાં આ બાબતે તેને આ યુવાને સમજાવતાં તેને લાફો મારી પતાવી દેવાની ધમકી દઇ ધોકાથી માર મારતાં તેને બચાવવા માટે તેના મામા, મામાના મિત્ર વચ્‍ચે પડતાં તેના ઉપર પણ હુમલો થતાં અને ટુવ્‍હીલરમાં તોડફોડ કરવામાં આવતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં શાપર વેરાવળ પોલીસે શાપર શિવનગર-૨માં રહેતાં અને ફર્નિચરનો  વેપાર કરતાં કોૈશિક મુકેશભાઇ પરમાર (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી લલીત નામના શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

ફરિયાદમાં કોૈશિક પરમારે જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ફર્નિચરનો વેપારી છું. વીે બાવીસ દિવસ પહેલા હું અને મારા માનીતા બહેન જ્‍યોત્‍સનાબેનનો દિકરો યશ બંને એક્‍ટીવા જીજે૦૩પીએફ-૯૦૬૪ લઇ યશના ઘરેથી શાંતિધામમાં કેકે મેડીકલ પાસે આવેલા કારખો કામ કરતાં મારા મિત્ર સંદિપને મળવા ગયા હતાં. એ પછી અમે ત્રણેય કેકે મડીકલ પાસે બહાર રોડ પર ઉભા હતાં. આ વખતે શાંતિધામ-૨માં રહેતલ લલીત આવતાં મારા ભાણેજ યશે તેને કહેલુ કે-બે દિવસ પહેલા મેં તમારી પાસે માચીસ બોક્‍સ માંગ્‍યુ તો તમે મારા પિતાજીને એમ શું કામ કીધું કે-તમારો યશ સીગારેટ પીવે છે.

તમારી આવી વાતને કારણે અમારે ઘરમાં ઝઘડો થઇ ગયો છે. તેમ યશે કહેતાં લલીતભાઇએ ઉશ્‍ેકરાઇ જઇ તારાથી થાય તે કરી લે તેમ કહી ઝઘડો કરી ગાળો દીધી હતી. યશે ગાળો નહિ બોલવા સમજાવતાં લલીતે આજે તો તને જીવતો નથી રહેવા દેવો તેમ કરી યશને લફાો મરી લીધો હતો. તેમજ રોડ પર લાકડાનો ધોકો પડયો હોઇ તે ઉપાડી યશને મારવા જતાં હું અને સંદિપ વચ્‍ચે પડતાં લલીતે મને અને સંદિપને પણ એક એક ઘા ફટકારી દીધા હતાં. આ પછી અમારા એક્‍ટીવામાં પણ તેણે ધોકાના ઘા ફટકારી ત્રીસ હજારનું નુકસાન કર્યુ હતું. ધોકાના ઘાથી ગાડીની હેડલાઈટ, સ્‍પીડોમીટર, હેન્‍ડલ અને આગળ-પાછળના ભાગે નુકસાની થઇ હતી. હેડકોન્‍સ. ડી. બી. વેજીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:54 AM IST)