<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

ડિજીટલ એરેસ્‍ટના કેસમાં જુનાગઢ કોર્ટ દ્વારા આરોપીને પ વર્ષની સજા અને એક લાખનો દંડ

સ્‍કાય-પે નામની એપ્‍લીકેશન મારફત ર૪ કલાક સુધી મોબાઇલ કેમેરા અને ઓનલાઇન વિડીયો ચાલુ રાખી ડિજીટલ એરેસ્‍ટ કરી ર૬ લાખથી વધુ રકમ પડાવી લીધી હતીઃ જુનાગઢ રેન્‍જ પોલીસની યશસ્‍વી કામગીરીથી આરોપીને પકડી પાડી સજા કરાવાઇ જુનાગઢ રેન્‍જ પોલીસ અધિકારીઓની ડીજીટલ એરેસ્‍ટના કેસમાં સફળ કામગીરી

જુનાગઢ તા. ર૪: જુનાગઢ જીલ્લાના ફરીયાદીને તેમના નામના પાર્સલમાં ડ્રગ્‍સ મળી આવેલ હોવાનુ જણાવી તપાસમાં સહયોગ આપવા અને કેસ માંથી બચાવ થશે તેમ જણાવી કુરીયર કસ્‍ટમર અધિકારી તથા મુંબઇ ક્રાઇમ બ્રાંચ ના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી “Skype” નામની એપ્‍લીકેશન મારફતે ફરીયાદીશ્રીને સતત એક દિવસ સુધી મોબાઇલમાં કેમેરા સામે ઓનલાઇન વિડીયો ચાલુ રાખી, ઘરની બહાર ન નિકળવા લઇ ઘરમાં ગોંધી રાખી એક દિવસ સુધી ગેરકાયદેસર રીતે ફરયાદીને ડિઝીટલ એરેસ્‍ટ કરી તેમની પાસેથી બળજબરી પુર્વક રૂ.૨૬,૧૫૦૦૦/- કઢાવી લેનાર આરોપીને પકડી પાડી જુનાગઢ કોર્ટ મારફતે કુલ-૫ વર્ષની સજા તથા રૂ.૧,૦૦,૦૦૦/- નો દંડ સાયબર પોલીસ સ્‍ટેશન જુનાગઢ રેન્‍જ, જુનાગઢની કાર્યવાહી બાદ થયેલ છે.

હાલમાં ભારત દેશમાં છેલ્લાં ઘણાં સમયથી સાયબર ક્રાઇમ કરનારા અપરાધીઓ દ્રારા અલગ અલગ મોડ્‍સ ઓપરેન્‍ડી થી નાગરીકોને અલગ અલગ બહાના બતાવી તેમના બેંક એકાઉન્‍ટો ની વિગતો મેળવી, સાયબર ક્રાઇમના ગુન્‍હાને અંજામ જામ આપવાનું કામ ચાલુ હોય  હોય જેથી પોલીસ મહાનિર્દેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર દ્રારા અવાર નવાર કાર્યવાહી કરવા ની સુચના થયેલ હોય જેથી જુનાગઢ રેન્‍જ ના પોલીસ મહાનિરીક્ષકશ્રી કશ્રી નિલેશ નિલેશ જાજડીયા સાહેબ દ્રારા આવા સાયબર ફ્રોડમાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢી તપાસ કરી આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હતું.

આ કામે ફરીયાદીશ્રી મનન શશીકાંતભાઇ મહેતા રહે.જુનાગઢ વાળા સાથે ઉપર મુજબનો બનાવ બનેલ હોય જે આઘારે અત્રેના સાયબર પો.સ્‍ટે. જુનાગઢ રેન્‍જ ખાતે ઈ.પી.કો.કલમ ૪૨૦, ૩૪૨, ૩૪૭, ૧૭૦, ૧૧૪ તથા આઈ.ટી.એકટ કલમ ૬૬સી, ૬૬ડી મુજબનો ગુન્‍હો ગઈ તા.૩૦/૦૧/૨૦૨૫ ના રોજ દાખલ કરવામાં આવેલ અને સિનીયર પોલીસ ઈન્‌ સ્‍પેકટરશ્રી સી.વી.નાયક ના માર્ગદર્શન અને આગેવાની હેઠળ આગળની તપાસ સેકન્‍ડ પોલીસ ઈન્‍સ્‍પેકટર સુ.શ્રી કે.જી. મોડ નાઓને સોંપવામાં આવેલ અને તેમણે આ કામે અત્રેના ટેકનીકલ ટીમના અધિકારીશ્રી પો.વા.સ.ઈ. એન.એ.જોષી તથા પો.વા.સ.ઈ. બી.આર.જોગલ અને તેમની ટીમ તેમજ પ્રથમ અરજી તપાસ કરનાર અઘિકારીશ્રી પો.સ.ઈ. બી.ડી.માવદીયા તથા પો.સ.ઈ. ડી.બી.ખેર અને અત્રેના અન્‌ ય પોલીસ સ્‍ટાફની મદદથી ફરીયાદીશ્રીના રૂપીયા ૨૬,૧૫,૦૦૦/- જે બેંક એકાઉન્‌ ટમાં જમા થયેલ તેના ધારક અજીબાર રહેમાન સ-ઓ જાબેદઅલી ઉ.વ.૩૮ ધંધો.દવાનું માર્કેટીગ રહે.ગંધારીપરા પો.સ્‍ટ.સીમલાગીરી જીલ્લો.બારપેટ રાજ્‍ય-આસામ વાળાને ગઈ તા.૧૮/૦૫/૨૦૨૫ ના રોજ ઘોરણસર અટક કરી બીજી એડી.ચીફ જ્‍યુડી.મેજી. કોર્ટ જુનાગઢની કસ્‍ટડીમાં મોકલી આપેલ જેમાં આરોપી આજદિન સુઘી જુનાગઢ જેલમાં છે.

આ કામે અત્રેથી ત.ક.અ. સેકન્‍ડ પો.ઇન્‍સ. સુ.શ્રી કે.જી.મોડ અને ટીમ દ્રારા ઉંડાણપુર્વક તપાસ કરી કાયદા મુજબના મજબુત પુરાવાઓ સંકલીત કરી સમય મર્યાદામાં ચાર્જશીટ કરી  જુનાગઢ કોર્ટમાં મોકલી આપતા સદરહુ કામે ક્રિમીનલ કેસ નં. ૩૩૬૩/૨૦૨૫ થી  બીજા એડી.ચીફ જ્‍યુડી.મેજી.શ્રી જી.એસ.દરજી કોર્ટ જુનાગઢ ખાતે સદરહુ કેસ ચાલુ હોય જેમાં તપાસ દસ્‍તાવેજી તથા ટેકનીકલ પુરાવા અને સાહેદોના નિવેદનો આધારે વિદ્વાન સરકારી વકીલ શ્રી ઈકબાલ એ. સમા  દલીલો ઘ્‍યાને રાખી  એડી.ચીફ જ્‍યુડી.મેજી.શ્રી જી.એસ.દરજી મજકુર આરોપી અજીબાર રહેમાન સ-ઓ જાબેદઅલી ઉ.વ.૩૮ ધંધો.દવાનું માર્કેટીગ રહે.ગંધારીપરા પો.સ્‍ટ.સીમલાગીરી જીલ્લો.બારપેટ રાજ્‍ય-આસામ વાળાને ઈ.પી.કો. તથા આઈ.ટી.એકટની અલગ અલગ કલમો હેઠળ કુલ પાંચ વર્ષની કેદ અને એક લાખ રૂપીયાનો દંડ કરેલ છે જે સાયબર ક્રાઈમના ડિઝીટલ એરેસ્‍ટના ગુન્‍હામાં સમગ્ર જુનાગઢ રેન્‍જમાં પ્રથમ દાખલા રૂપ ચુકાદો છે.

સજા પામેલ આરોપી : અજીબાર રહેમાન સ-ઓ જાબેદઅલી ઉ.વ.૩૮ ધંધો.દવાનું માર્કેટીગ રહે.ગંધારીપરા પો.સ્‍ટ.સીમલાગીરી જીલ્લો.બારપેટ રાજ્‍ય-આસામ

આ ચુકાદાબાદ પોલીસે જણાવેલ છે કે, આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે કોઇ પણ સાથે આવી રીતે ડિઝીટલ ફોર્ડ થાય તો તુરંત જ નજીકના પોલીસ સ્‍ટેશન તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશન અથવા સાયબર હેલ્‍પ લાઈન નંબર ૧૯૩૦ નો સંપર્ક કરવા વિનંતી છે.

આ કામે આરોપીએ થયેલ સજાના કેસમાં શ્રી સી.વી.નાયક, ફર્સ્‍ટ પોલીસ ઇન્‍સ્‍પેકટર, શ્રી કે.જી.મોડ સેકન્‍ડ પોલીસ ઇન્‍સ્‍પેકટર, શ્રી બી.ડી.માવદીયા પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર, શ્રી ડી.બી.ખેર પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર, શ્રી એન.એ.જોષી પોલીસ વાયરલેસ સબ ઇન્‍સ્‍પેકટર, શ્રીમતિ બી.આર.જોગલ,પોલીસ વાયરલેસ સબ ઇન્‍સ્‍પેકટર, શ્રી ધારાબેન.આર.ભરડવા ટેકનીકલ ઓપરેટર તથા વિશાલ એસ.જોષી ટેકનીકલ ઓપરેટર તથા રવિ એમ.ગોહેલ ટેકનીકલ ઓપરેટર તથા હેમંત એન.સોંદરવા ટેકનીકલ ઓપરેટર તથા ASI ઝેડ.જી.બ્‍લોચ તથા ASI જી.પી.વાઘેલા તથા PC કેતનભાઇ રવજીભાઇ મકવાણા તથા PC મુળુભાઈ બાવનભાઈ ખટાણા PC નવલભાઇ દલશુખભાઇ નળીયાપરા PC અરવિંદભાઈ રસીકભાઈ વાવેચા PC મયુરકુમાર રતિલાલ અગ્રાવત WPC વિણાબેન હરેશભાઈ નાગાણી સાયબર પો.સ્‍ટે.જુનાગઢ રેન્‍જ,જુનાગઢની ટીમ વિ.સ્‍ટાફ જહેમત ઉઠાવી હતી.

(11:46 AM IST)