<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

સ્મૃતિ મંધાના-પલાશના સંબંધોમાં ‘ત્રીજી વ્યક્તિ’ની એન્ટ્રી? મિત્રના ગંભીર આક્ષેપ- ‘પલાશને બીજી સ્ત્રી સાથે રંગેહાથ પકડ્યો હતો’

લગ્ન તૂટવા પાછળનું અસલી કારણ આવ્યું સામે; ૪૦ લાખની છેતરપિંડી અને પલાશ પર હુમલાના દાવાથી સનસનાટી

મુંબઈ:ભારતીય મહિલા ક્રિકેટ ટીમની શાન સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુછલના લગ્ન કેમ તૂટ્યા? આ પ્રશ્ન લાંબા સમયથી ચાહકોને સતાવી રહ્યો હતો. ૨૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ જે લગ્ન થવાના હતા, તે છેલ્લી ઘડીએ રદ થવા પાછળ હવે અત્યંત ચોંકાવનારા કારણો બહાર આવ્યા છે. સ્મૃતિના બાળપણના મિત્ર વિદ્યાન માનેએ પલાશ મુછલ પર એવા આક્ષેપો કર્યા છે કે જેનાથી આખું ક્રિકેટ જગત સ્તબ્ધ છે.
વિદ્યાન માનેએ દાવો કર્યો છે કે લગ્ન પહેલાના એક સમારંભ દરમિયાન સ્મૃતિએ પલાશને બીજી મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં પકડ્યો હતો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર કેટલીક ભારતીય મહિલા ક્રિકેટરોનો પિત્તો ગયો હતો અને આરોપ છે કે તેઓએ પલાશને મેથીપાક પણ ચખાડ્યો હતો. આ ઘટના બાદ સ્મૃતિએ તરત જ લગ્ન તોડી નાખવાનો અને પલાશ સાથેના તમામ સંબંધો ખતમ કરવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.
 માત્ર વિશ્વાસઘાત જ નહીં, પણ આ મામલામાં હવે પૈસાની છેતરપિંડીનો એંગલ પણ ઉમેરાયો છે. વિદ્યાન માનેનો આરોપ છે કે પલાશ મુછલે એક ફિલ્મી પ્રોજેક્ટના નામે તેની પાસેથી ૪૦ લાખ રૂપિયા પડાવ્યા હતા. જ્યારે તેણે આ રકમ પાછી માંગી, ત્યારે પલાશની માતાએ તેને ધમકાવીને વધુ ૧૦ લાખ રોકાણ કરવા દબાણ કર્યું હતું. આ મામલે હવે પોલીસ ફરિયાદ સુધી વાત પહોંચી ગઈ છે.
પલાશ મુછલે અગાઉ છેતરપિંડીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા, પરંતુ ‘બીજી મહિલા’ વાળા આ નવા અને અંગત આક્ષેપો પર હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. બીજી તરફ, સ્મૃતિ મંધાનાએ હંમેશાની જેમ ગરિમા જાળવી રાખી છે અને આ વિવાદ પર મૌન સેવ્યું છે. હાલમાં આ મામલો સોશિયલ મીડિયા પર ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યો છે અને તપાસ બાદ જ સત્ય બહાર આવશે.

(2:15 PM IST)