તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th January 2026
રશિયાએ જાપાનના આકાશમાં 10 બોમ્બર વિમાનો ઉડાવતા ખળભળાટ મચી જવા પામ્યો
11 કલાક સુધી 10 બોમ્બર વિમાનો ઉડાવ્યા:આમાં ત્રણ પરમાણુ બોમ્બર વિમાનો સામેલ છે:રશિયા અને જાપાન વચ્ચે લગભગ 194 કિલોમીટરની સરહદ છે

નવી દિલ્હી: યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલા રશિયાએ હવે જાપાનને છંછેડ્યું છે. રશિયાએ આજે (23 જાન્યુઆરી) જાપાનના કબ્જાવાળા વિસ્તારમાં 11 કલાક સુધી 10 બોમ્બર વિમાનો ઉડાવતા ખળભળાટ મચ્યો છે. આમાં ત્રણ પરમાણુ બોમ્બર વિમાનો સામેલ છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયે રશિયન હરકતને ઉશ્કેરણીજનક ગણાવી છે. રશિયા અને જાપાન વચ્ચે લગભગ 194 કિલોમીટરની સરહદ છે. મીડિયા રિપોર્ટ મુજબ, રશિયાએ શક્તિ પ્રદર્શનના ભાગરૂપે પોતાના વિમાનો જાપાનના આકાશમાં ઉડાવ્યા હોવાની વિગતો સામે આવી છે. આ અભિયાન બાદ રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, તેઓ આમાં સફળ થઈ ગયા છે.
જાપાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, ‘રશિયાએ ત્રણ જૂથમાં કુલ 10 વિમાનો મોકલ્યા હતા. આમાં Tu-95MS બોમ્બર વિમાન, Su-35S અને Su-30SM જેટ વિમાન સામેલ હતા. જાપાને મેપ શેર કરીને કહ્યું કે, રશિયાના વિમાનો જાપાનના વિસ્તારથી લગભગ 20 કિલોમીટર દૂર હતા.
જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈજુપીએ કહ્યું કે, ‘રશિયાએ અભિયાન હેઠળ શક્તિ પ્રદર્શન કર્યું છે. તેમની આ કરતૂતના કારણે હિંદ-પ્રશાંત મહાસાગરમાં સંરક્ષણ સંબંધીત ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે. અમે આ મામલે આગામી સમયમાં કાર્યવાહી કરીશું.’
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
