તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th January 2026
મોબાઇલમાં આઇ.ડી. પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો રાહુલ પકડાયો
કાલાવડ રોડ ટી-સ્ટોલ પાસે પીસીબીનો દરોડોઃ એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા અને કોન્સ હિરેનભાઇ સોલંકીની બાતમીઃ આઇ.ડી. આપનારની શોધખોળ

રાજકોટ, તા. ર૪: કાલાવડ રોડ પર આવેલા ટી-સ્ટોલ પાસે પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇ.ડી. પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલા ટી-સ્ટોલ પાસે એક શખ્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની પીસીબીના એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા તથા કોન્સ હિરેનભાઇ સોલંકીને બાતમી મળતા સ્ટાફ સાથે કાલાવડ રોડ પર ટી-સ્ટોલ પાસે દરોડો પાડી કાલાવડ રોડ પર આવેલા એક ટી-સ્ટોલ પાસે મોબાઇલ ફોનમાં આઇ.ડી. પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા રાહુલ અવસરભાઇ કાનાણી (રહે. પ્રિયદર્શની સોસાયટી મવડી) ને પકડી લઇ મોબાઇલ ફોન કબ્જે કરી આઇ.ડી. આપનારની શોધખોળ હાથ ધરી છે.
(2:59 PM IST)










