તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th January 2026
ર૬મી જાન્યુઆરીઃ મહાન દેશભકત પૂ.નટવરસિંહજી વાઘેલા(બાપુ)ની પુણ્યતિથિઃ શ્રદ્ધા સુમન

રાજકોટઃ ‘‘બાપુ''ના હુલમણા નામે ઓળખાતા મહાન દેશભકત પૂ. નટવરસિંહજી ધીરસિંહજી વાઘેલાનો જન્મ સૌરાષ્ટ્રના ઝાલાવાડ પંથકના લીંબડી ગામમાં થયો હતો. જે લીંબડી આઝાદીની ચડવડ અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. જેને ક્રાંતિકારી સરદારસિંહ રાણા, પ્રજાતંત્ર ચળવળના અગ્રણી રૂપસિંહ રાઠોડ, દિલાવરસિંહ રાણા જેવા અનેક રત્નો પૈકી નટવરસિંહજી તેમાનાં એક હતાં.
મોરેસેસથી આવતી ખાંડ આંદોલન દરમિયાન, બહિષ્કારનું એલાંન થતા તેમણે ખાંડનો ત્યાગ કરેલ હતો અને બીજા વિશ્વ યુદ્ધ પછી તેમણે કયારેય ખાંડ ખાધી ન હતી. ર૩ વર્ષની યુવાન વયે દેશના કામ માટે પ્રચારક તરીકે નિકળ્યા હતા અને ૬૪ વર્ષ સુધી પોતાનું જીવન અર્પણ કરેલ હતું, આજીવન અપરણિત રહ્યા હતા અને ડો. હેડગેવાર જેવું જીવન જીવ્યા હતા. ગીતામાં લખ્યા મુજબ સ્થિતપ્રજ્ઞ ભકત રહી જીવન જીવી ગયા, દ્વિતીય સરસંઘચાલક ગુરૂજીનો સંદેશ ''મે નહીં તું'' જીવનમાં ચરીતાર્થ કરતા ગયા. તેઓ નરસિંહ મહેતાના કહેવા મુજબ ‘‘સાચા વૈષ્ણવ જન'' જેવું જીવન જીવી અનેક સ્વયંસેવકોને પ્રેરણા આપતા ગયા. પોતાના અતીપ્રિય ગીત ‘‘ખડા હિમાલય બતા રહા હૈ ડરો ન આંધી પાની સે ઘડે રહો અપને પથ પર સબ કડી નાહિ તુફાનો મેં'' ખડા હિમાલયની જેમ અને પોતે અપનાવેલા માર્ગ પર આંધી કે તુફાનોમાં નીડરતાથી ઉભા રહી જેવું જેઓ જીવન જીવી બતાવી એક અનુકરણીય જીવનના માર્ગદર્શક રહ્યા તેમજ સૌરાષ્ટ્રમાં પગપાળા, સાયકલ અને મોટરસાયકલ પર અનહદ પ્રવાસ કરી દેશભકિતનો મજબુત પાયો નાખ્યો હતો.
ગુજરાતનાં મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ, હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, સ્વ.ચિમનભાઈ શુકલ, સ્વ. અરવિંદભાઈ મણીઆર, સ્વ. પ્રવિણકાકા મણીઆર અને સૂર્યકાંતભાઈ આચાર્ય, નાથાલાલ ઝગડા,સ્વ. યશવંતભાઈ ભટ્ટ, સ્વ. ગૌતમભાઈ ભટ્ટ વગેરે જેવા અનેક સ્વયંસેવકોના ઘડતરમાં ખુબજ અગત્યનો ભાગ ભજવેલ હતો આવા ઉચ્ચ દેશભક્તિના સંસ્કાર અનેક સ્વયંસેવકને આપતા ગયા. ર૬ જાન્યુઆરી ર૦૧૦ના રોજ ૮૮ વર્ષની ઉંમરે ન્યુમોનીયા અને બ્લડ કેન્સરની બિમારીથી નિધન થયું. તેવા રાષ્ટ્ર સમર્પિત આત્માને સત્ સત્ વંદન. (જયેશ સંઘાણી, રાજકોટ, મો.૯૪૨૮૨ ૦૦૫૨૦)

(1:47 PM IST)










