<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટનાને પગલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરીને કડક કાર્યવાહી કરવા સૂચના આપી : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ દુ:ખદ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે: આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી:ખ્યાતિ હોસ્પિટલને PMJAY–મા યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે બ્લેક લિસ્ટ કરાઇ:રાજ્યમાં PMJAY–મા યોજના અંતર્ગત કરાતી કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસક્યુલર સર્જરીના વ્યવસ્થાપનના સુદ્રઢીકરણ માટેની SOP ટૂંક સમયમાં જાહેર કરાશે: ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલ ડૉક્ટર રાજ્યની અન્ય હોસ્પિટલમાં પણ કામ કરી શકશે નહીં6:51 PM IST

હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે : પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડવા રાજ્ય સરકારે નવી “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મૂકી: પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ:યોજનાને વધુ અસરકારક બનાવવા ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે ગાંધીનગર ખાતે MoU સંપન્ન:પશુપાલકો માટે આઈ-ખેડૂત પોર્ટલ કાલથી એક મહિના સુધી ખુલ્લું મૂકાશે:પ્રતિ પશુપાલક ૧ થી ૩ વેતરના હોય તેવા ગાય-ભેંસ વર્ગના મહત્તમ ૩ પશુઓ માટે સહાય અપાશે:પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના ૫૦,૦૦૦ જેટલા પશુઓને આવરી લેવાનું આયોજન6:48 PM IST

‘સુવર્ણ ભૂમિ' : પ.પૂ. જલાબાપાની ભકિતમાં ભાવિકો તરબોળ બન્‍યા : અકિલા દૈનિક પરિવાર-ગણાત્રા પરિવાર નિર્મિત પૂ. શ્રી જલારામ બાપાની પાવન આરતીનો નાદ સતત ગૂંજતો રહ્યો : પવિત્ર વાતાવરણમાં અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના ટ્રસ્‍ટીઓ, અગ્રણી ઉદ્યોગપતિ મનોહરભાઇ બાબરીયા, ભાજપ હોદ્દેદારો મહેશભાઇ રાઠોડ, હરેશભાઇ કાનાણી, લીલુબેન જાદવ, કિરણબેન માકડીયા, વિનુભાઇ સોરઠીયા વિગેરેએ પૂ. જલારામ બાપાના આશીર્વાદ લીધા : ખીચડી, કઢી, રોટલી, રોટલા, બટેટાનું શાક, બુંદી, ગાંઠીયા, છાશ, સલાડ, પાપડના પ્રસાદ સાથે સેંકડો ભાવિકોએ ધન્‍યતા અનુભવી ;‘સુવર્ણ ભૂમિ' પરિસરના સાત વિંગના કુલ ૩૯ર ફલેટસના તમામ સભ્‍યોએ હળીમળીને ભાવપૂર્વક જલારામ જયંતિની ઉજવણી કરી : હૈયેહૈયું દળાય તેવો ‘મિનિ વીરપુર' જેવો માહોલ સર્જાયો : સોસાયટીના પ્રમુખ મનિષભાઇ ઠક્કરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ‘સુવર્ણ ભૂમિ' પરિવાર દ્વારા અલૌકીક-પ્રેરણાદાયી આયોજન 3:53 PM IST

વડીલો - વૃક્ષોના લાભાર્થે ૨૩મીથી ‘માનસ સદ્દભાવના’ કથા : પૂજય મોરારીબાપુના સ્‍વમુખે ૯૪૭મી રામ કથાનો રસાસ્‍વાદ માણવા રાજકોટ સહિત લાખો ભાવિક ભાઈ - બહેનોમાં થનગનાટ : વૈશ્વિક રામકથાની તડામાર તૈયારીઓ : ૧૦ દિવસ પછી શરૂ થનાર વૈશ્વિક રામકથા માટે સીએ, ડોકટર, ઉદ્યોગપતિઓ સહિત ૩૦૦૦ કાર્યકર્તા ખડેપગેઃ ‘માનસ સદ્દભાવના' વૈશ્વિક રામ કથાને ‘વધાવવા' રાત - દિવસ તૈયારી : ૧૨ વર્ષ પછી રાજકોટના આંગણે પૂ.મોરારીબાપુની કથા : રોજ ૧ લાખ લોકો કથા શ્રવણ કરી શકે તેવી દિવ્‍ય વ્‍યવસ્‍થા : ૫૦,૦૦૦ લોકો ભોજન પ્રસાદ લેશે: નિરાધાર, નિઃસંતાન વૃદ્ધો માટે દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ ૩૦૦ કરોડના ખર્ચે બની રહ્યો છે10:30 AM IST

દોડવીરો થઇ જાવ તૈયાર...રાજકોટમાં ઓમનીટેક નાઇટ હાફ મેરેથોન ર.૦ : રાજકોટ રનર્સ એસો. અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા રાજકોટ મહાનગરપાલીકા-રાજકોટ પોલીસના સહયોગથી આયોજન " ૬ થી ૮ હજાર દોડવીરો ભાગ લેશે, ૧૭મી સુધીમાં રજીસ્‍ટ્રેશન કરાવનારને ૧૦% ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવશે" ૨૧ કિ.મી.ની હાફ મેરેથોન અને ૧૦ કિમી ડ્રીમ રન એમ બે કેટેગરીમાં દોડવીરો ભાગ લેશે. વિજેતાઓને રૂા. ૧૩ લાખથી વધુના ઇનામો અને ટ્રોફી અપાશે, રાજકોટના પ્રતિયોગીઓ માટે ઇનામમાં ખાસ કેટેગરી રખાશેઃ રાજકોટ મહાનગરપાલીકા અને રાજકોટ પોલીસ દ્વારા ડ્રગ્‍ઝ નિષેધ, ટ્રાફીક નિયમોનું પાલન, કલીન-ગ્રીન સીટી અને સાયબર સજાગતા વિશે જાગરુકતા ફેલાવવાના ઉદ્દેશ સાથે આયોજનમાં સહભાગીતાઃ સ્‍પર્ધા પહેલા તા. ૨૬ થી ૨૮ દરમિયાન રાજકોટમાં RNHM ૨.૦ બીબ એક્‍સ્‍પો યોજાશેઃ એક્‍સ્‍પો દરમિયાન રાજકોટના રમત-ગમત ક્ષેત્રે રાષ્‍ટ્રીય સિધ્‍ધી પ્રાપ્ત કરેલા રમતવીરોને સન્‍માનિત કરાશે4:04 PM IST