<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

‘તું એગ્રી થા તો રૂમ તારા નામે કરી દઉં' કહી પરિણીતાને મનસુખ ડોસાએ પકડી લીધી, તેની દિકરીને અડપલા કર્યા!

દરવાજા પર ‘રૂમ ભાડે આપવાનો છે' લખ્‍યું હોઇ ફોન કરતાં રિક્ષાચાલક ડોસાએ આવી નંબર સેવ કરાવ્‍યાઃ બીજા દિવસે રૂમ બતાવવાના બહાને લઇ જઇ છેડતી

પોતાની સાથે જે થયું તેની વાત પરિણીતા પોતાના માતાને કરતી હતી ત્‍યારે આઠ વર્ષની દિકરી હાજર હોઇ તેણે કહ્યું-આ બાપાએ મને પણ ગઇકાલે ખરાબ રીતે ટચ કરી હતીઃ માલવીયાનગર પોલીસે રેલનગર મહર્ષી ટાઉનશીપના વૃધ્‍ધ સામે ગુનો નોંધી સકંજામાં લીધો
 

(2:30 PM IST)