<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

અરે ભૈયા, હમારે હાથ મે થોડી હૈ પાકિસ્‍તાની ફેન્‍સને સૂર્યાએ આપ્‍યો જવાબ

નવી દિલ્‍હીઃ ચેમ્‍પિયન્‍સ ટ્રોફી ૨૦૨૫ માં  હાઇબ્રિડ મોડલ   વિશે પાકિસ્‍તાન અને ભારતના ક્રિકેટ બોડમાં  વિવાદ ચાલી રહ્યો છે. સાઉથ આફ્રિકામાં ટી ૨૦ સિરીઝ રમવા ગયેલા કેપ્‍ટન સૂર્યકુમાર યાદવ અને રિન્‍કુ સિંહ પાસે ફોટો પડાવવા કેટલાક પાકિસ્‍તાની ફેન્‍સ પહોંચ્‍યા હતા. એમાંથી એક ફેને પૂછયું હતું કે તમે પાકિસ્‍તાન કેમ નથી આવી રહ્યા તેને મુમ્‍બૈયા સ્‍ટાઇલમાં જવાબ આપતા સુર્યકુમાર યાદવે કહ્યું કે ‘ અરે ભૈયા' હમારે હાથ મે થોડી હૈ ભારત સરકારે સુરક્ષાના કારણસર પાકિસ્‍તાનમાં ચેમ્‍પિયન્‍સ ટ્રોફી રમવા જવા માટે મંજૂરી આપી નથી.

(4:28 PM IST)