તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th November 2024
એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત: પહેલી જ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે
જુનિયર સિલેક્શન કમિટીએ 50-ઓવરના ACC મેન્સ અન્ડર-19 એશિયા કપ 2024 માટે ભારતની 15-સભ્ય અન્ડર-19 ટીમની જાહેરાત કરી:ટુર્નામેન્ટ સંયુક્ત આરબ અમીરાત (UAE)માં યોજાશે

નવી દિલ્હી. જુનિયર પસંદગી સમિતિએ બુધવારે ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2024 માટે 50-ઓવરની ભારતની 15-સભ્ય અન્ડર-19 ટીમની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ સંયુક્ત આરબ અમીરાત (UAE)માં યોજાશે. ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ ભારતને ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. ભારતે 8 વખત આ ખિતાબ કબજે કર્યો છે.
આ ગ્રુપમાં પાકિસ્તાન U19, જાપાન U19 અને યજમાન UAE U19 ટીમ પણ સામેલ છે. ગ્રુપ બીમાં અફઘાનિસ્તાન U19, બાંગ્લાદેશ U19, નેપાળ U19 અને શ્રીલંકા U19 છે.
આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી, સી આન્દ્રે સિદ્ધાર્થ, મોહમ્મદ અમાન (કેપ્ટન), કિરણ ચોરમલે (વાઈસ-કેપ્ટન), પ્રણવ પંત, હરવંશ સિંહ પંગાલિયા (વિકેટકીપર), અનુરાગ કાવડે (વિકેટકીપર), હાર્દિક રાજ, મોહમ્મદ અનન, કેપી કાર્તિકેય, સમર્થ નાગરાજ, યુધાજીત ગુહા, ચેતન શર્મા, નિખિલ કુમાર
. અનામત: સાહિલ પારખ, નમન પુષ્પક, અનમોલજીત સિંહ, પ્રણવ રાઘવેન્દ્ર, ડી દીપેશ.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
