તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th November 2024
ખાદ્યતેલોના ભાવો ઘટયાઃ કપાસીયા તેલમાં ર૦-સીંગતેલમાં ૧૦ રૂા. તૂટયા

રાજકોટ તા. ૧૩: ખાદ્યતેલોમાં સતત ભાવ વધારા બાદ આજે ભાવો ઘટયા હતા. કપાસીયા તેલ અને સીંગતેલમાં ૧૦ રૂા. તૂટયા હતા.
સ્થાનીક બજારમાં ઉંચા મથાળે લેવાલી ઘટતા અને કપાસની આવકો વધતા કપાસીયા તેલમાં ર૦ રૂા.નો ઘટાડો થયો હતો. કપાસીયા તેલ લુઝના ભાવ ૧ર૯પ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧ર૭પ રૂા. અને કપાસીયા ટીનના ભાવ રર૭૦ થી ર૩ર૦ રૂા. હતા તે ઘટીને રરપ૦ થી ર૩૦૦ રૂા. થયા હતા.
કપાસીયા તેલની સાથે સીંગતેલમાં પણ ૧૦ રૂા. ઘટયા હતા સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ૧પ૩પ રૂા. હતા તે ઘટીને ૧પરપ રૂા. અને સીંગતેલ નવા ટીનના ભાવ ર૬૩પ થી ર૬૮પ રૂા. હતા તે ઘટીને ર૬રપની ર૬૭પ રૂા. થયા હતા.
(3:01 PM IST)










