<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

રાજકોટમાં તેરૈયા પરિવાર આયોજીત કથામાં ઉમટતા સંતો-ભાવિકો : લોકડાયરો સહિતના કાર્યક્રમો

વ્‍યાસાસને શાસ્ત્રી પરેશભાઇ મહેતા : આજે સાંજે ગોવર્ધન ઉત્‍સવ કાલે રૂક્ષ્મણી વિવાહ ઉજવાશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૩: રાજકોટમાં ગં.સ્‍વ. ભાગેશ્વરીબેન મુળશંકર ભાઇ તેરૈયા તથા પ્રકાશભાઇ અને અ.સૌ. સોનલબેન તેમજ વિપુલભાઇ અને અસૌ શર્મિષ્‍ઠાબેન કુ વર્ષાબેન અને સમગ્ર તેરૈયા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે ઇસ્‍કોન એમ્‍બીટો શ્‍યામલ ઉપવનની બાજુમાં મવડી કણકોટ રોડ વગડ ચોકડી પાસે મવડી રોડ  ખાતે તા. ૮ થી શાષાી પરેશભાઇ મહેતાના વ્‍યાસાસને શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં સવારે ૯ થી ૧ર અને બપોરે ૩-૩૦ થી ૬-૩૦ સુધી ભાવિકો કથા શ્રવણ કરી રહ્યા છે જેમાં ગઇકાલે શ્રી રામજન્‍મ અને કૃષ્‍ણજન્‍મ નંદમહોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવેલ આજે સાંજે ગોવર્ધન ઉતસવ અને કાલે ઋક્ષ્મણી વિવાહની ઉજવણી અને શુક્રવોર પરિક્ષીત મોક્ષ અને દશાંશ યજ્ઞ સાથે કથા વિરામ લેશે.

આ કથાની તસ્‍વીરી ઝલકમાં કથાની પોથી યાત્રામાં જોડાયેલ તેરૈયા પરિવાર તેમજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ બંકિમભાઇ મહેતા સન્‍માન કરતા વિપુલભાઇ તેમજ શાષાીજી સાથે તેરૈયા પરિવાર અને પ્રકાશભાઇ અને વિપુલભાઇનું સન્‍માન કરતા રાજગોર બ્રાહ્મણ સેવા સંઘના મહામંત્રી સંજયભાઇ દવે પૂર્વ સંઘના મંત્રી બાબુભાઇ જોષી તેમજ કથાનું રસપાન કરાવતા પૂ. જેન્‍તિરામ બાપાના કૃપાપાત્ર શિષ્‍ય શાષાી પરેશભાઇ મહેતા અને કથાશ્રવણ કરતા મેંદરડા ખાખી મઢી રામજી  મંદિરના મહંત પુ. સુખરામદાસબાપુ ગોંડલ રામજી મંદિરના જયરામદાસબાપુ રામાયણી સરોજબેન તેરૈયા તેમજ લોકડાયરામાં જમાવટ કરતા દેવલ મહેતા લોકસાહિત્‍યકાર રાજભા ગઢવી તેમજ ધુનડાથી પુ. જેન્‍તીરામબાપાના પ્રતિનિધિ તરીકે ઉપસ્‍થિત  હસમુખભાઇ શીલુ હિતેષભાઇ શીલુ તેમજ પત્રકાર જયેશભાઇ દવે અને છેલ્લે જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીનું સાલ ઓઢાડી સન્‍માન કરતા પ્રકાશભાઇ અને વિપુલભાઇ તેરૈયા નજરે પડે છે. આ પ્રસંગે પૂર્વ. ડે. કલેકટર ગુણવંતભાઇ ભરાડ, રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના ઉપપ્રમુખ વાસુદેવભાઇ જોષી, ભૂપતભાઇ મહેતા, કેતન બોરીસાગર, હસમુખભાઇ જોષી, જીતુભાઇ ચાવડા વગેરે સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. (

(11:47 AM IST)