<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

ભિષણ ગરમીમાં કાશ્‍મીરના કેસરને સફળતાપુર્વક ઉગાડતા શિવલાલભાઇ ભંડેરી

રાજકોટ, તા. ૧૨ : લાલચટક કેસર માત્ર ખાદ્યપદાર્થોના સ્‍વાદ વધારવા માટે જ નહીં, પણ હેલ્‍થ અને બ્‍યુટી-બંને માટે અત્‍યંત લાભકર્તા છે. કેસર ભલે મોંઘુ મળે પણ તેના લાભ અને ઉપયોગ તો અનેકગણા છે. કેસરનો બહુધા ઉપયોગ તો મસાલા તરીકે ખાદ્ય ચીજવસ્‍તુઓમાં થાય છે, પણ ફાર્માસ્‍યુટિકલ્‍સ, કોસ્‍મેટિક્‍સ, ટેકસ્‍ટાઈલ, ડાઈ બનાવતી ઈન્‍ડસ્‍ટ્રીમાં કરવામાં આવે છે. ચળકતા લાલ કેસર સ્‍વાસ્‍થ્‍ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે. ત્‍યારે કશ્‍મીરનું કેસર રાજકોટમાં ઉગાડી શકાય ખરું? આવી કલ્‍પના કરવીજ અશકય છે ત્‍યારે આ અશકયને શકય બનાવ્‍યું છે રાજકોટના ઉદ્યોગપતી શિવલાલભાઈ ભંડેરીએ.

 રાજકોટના ઉદ્યોગપતી અને ખેત વૈજ્ઞાનિક શિવલાલભાઈ ભંડેરીએ રાજકોટની ભિષણ ગરમીમાં ઈન્‍ડસ્‍ટ્રીયલ શેડમાં કેશરની સફળતા પુર્વક ખેતી કરી અશકય ને શકય કરી બતાવ્‍યું છે. રાજકોટ ખાતે કશ્‍મીરના કેસરની ખેતીનો કનસેપ્‍ટ સૌપ્રથવાર તેઓ લાવ્‍યા છે. રાજકોટમાં તેના માટે મોટુ કોલ્‍ડ સ્‍ટોરેજ ઉભુ કરી કેસરને અનુરૂપ વાતાવરણ આપી કેસરની જાણે ખેતી કરી રાજકોટને કેસરયુક્‍ત કશ્‍મીર બનાવી દીધુ છે.

૧૧ ડીગ્રી તાપમાનમાં અને ૭૦ થી ૭૫% ભેજવાળા વાતાવરણમાં કેશરની ખેતી શકય બને છે જે વાતાવરણ રાજકોટમા અશકય છે. તેમ છતા કુત્રીમ વાતાવરણ ઉભુ કરવા સાથે વરસ જુના છાણીયા ખાતર મા રેતી અને કોકોપીટ મીકસ કરીને પુરતી માવજત સાથે સફળતા પુર્વક કેસરનું ઉત્‍પાદન કરીને શિવલાલભાઈ ભંડેરીએ રાજકોટનુ નામ વૈશ્વિક સ્‍તરે રોશન કર્યું છે.

કાશ્‍મીર મુકામે હોટલ લતીફના માલીક લતીફ ચાચાએ શ્રીનગર અને પામપોર એરીયાની જાતવંત કેશરની ગાંઠોની વ્‍યવસ્‍થા કરી આપેલ. તેમનો પણ આ ખેતીમાં સહકાર મળ્‍યો છે. આ કેસરની ગાંઠો વાવવામાં શિવલાલભાઇ ભંડેરીએ ખુબ સંશોધન કરી રાજકોટમાં કેસર ઉગાડવા જેવા અશકય કાર્યને શકય કરી બતાવ્‍યું છે. કાયદેઆઝમ પુરૂષોત્તમભાઇ પીપળિયાએ તેમના સોશ્‍યલ મીડિયા એકાઉન્‍ટમાં આ વિશે માહિતી શેર કરી હતી.

(3:42 PM IST)