News of Wednesday, 13th November 2024
ધરતી પર ૨૪ કલાક સૌર ઉર્જા મળી શકે તેને માટે વૈજ્ઞાનિકોએ અંતરીક્ષમાં સોલર પૈનલ મોકલ્યું
હવે અંતરીક્ષથી વીજળી મળશે: અંતરીક્ષમાં લગાવવામાં આવનાર સોલર પૈનલ પૃથ્વી પર હયાત પૈનલ્સની સરખામણીમાં આઠ ઘણી વધુ સૌર ઉર્જા આપી શકે

કૈલિફોર્નિયા : ધરતી પર ૨૪ કલાક સૌર ઉર્જા મળી શકે તેને માટે વૈજ્ઞાનિકોએ અંતરીક્ષમાં સોલર પૈનલ મોકલ્યું છે. તેઓને તેમાં સફળતા પણ મળી છે. પહેલી વાર અંતરિક્ષમાં મોકલવામાં આવેલ સૌર ઊર્જા પૃથ્વી પર આવી છે. વૈજ્ઞાનિકો એ જાન્યુઆરી-૨૦૨૩ એ “મૈપલે” નામનું સ્પેસક્રાફ્ટ પૃથ્વીની કક્ષામાં છોડ્યું હતું. તેમાં સોલર પૈનલ લાગ્યા હતા, જે અંતરીક્ષના તાપમાનને સોલર રેડીએશનને ઝીલી શકે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, અંતરીક્ષમાં લગાવવામાં આવનાર સોલર પૈનલ પૃથ્વી પર હયાત પૈનલ્સની સરખામણીમાં આઠ ઘણી વધુ સૌર ઉર્જા આપી શકે છે. ટૂંકમાં હવે અંતરીક્ષમા સિધ્ધિ ફોટોવોલ્ટિક ઉર્જાનું ઉત્પાદન કરવું અને પછી તેને પૃથ્વી પર ઉપયોગને માટે મોકલવું યુરોપીય અંતરિક્ષ એજન્સીની સોલારિસ યોજનાનુ કેન્દ્ર બિંદુ છે, તેમાં આપણે પણ સામેલ છીએ. પહેલું મુખ્ય લક્ષ્ય ૨૦૩૦ સુધી ૧ મેગાવોટ વીજળી સંયંત્રને કક્ષામાં સ્થાપિત કરવાનો છે. અંતરિક્ષ આધારિત સૌર ઉર્જા ૬૦ થી વધુ વર્ષોથી હયાત છે. જોકે, ૧૯૫૮ માં યૂએસ સૈટેલાઈટ
વૈનગાર્ડ ૧ રેડિયો ટ્રાન્સમીટર ને સંચાલિત કરવાને માટે એક વૉટથી ઓછા પાવરની પેનલનો ઉપયોગ કરવા વાળું પહેલું અંતરીક્ષ યાન હતું. સૈટેલાઈટે કેટલાક વર્ષ પછી કામ કરવાનું બંધ કરી દીધું, પરંતુ તે હજુ પણ કક્ષામાં છે. સોલારિસને માટે પહેલી મહત્વપૂર્ણ તારીખ આગામી વર્ષ-૨૦૨૫ ને માટે નિર્ધારિત કરી છે.ત્યાં સુધી તેનું અનુમાન કરવું આવશ્યક રહશે, કે વાસ્તવિક સંચરણ દક્ષતા શું છે. એટલે કે કક્ષામાં ઉત્પાદિત ઊર્જાનો કેટલો હિસ્સો પૃથ્વી સુધી પહોંચશે. તે કોઈ વિશાળ કેબલ કે અંતરિક્ષ લિફ્ટ કે અન્ય કોઈ માધ્યમથી નહીં પરંતુ માઈક્રોવેવ ઉર્જાને પૃથ્વી પર મોકલવામાં આવશે અને અંટીનાની એક શ્રૃખલા દ્વારા “કેપ્ચર” કરવામાં આવશે, જે તેને વિજળીમાં બદલી નાખશે અને તેને ગ્રીડ પર ફીડ કરશે. કૈલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા વિકસિત અને સ્પેસ સોલર પાવર ડેમોસ્ટે્ટર સૈટેલાઈટ દ્વારા ઉપયોગ કરવમાં આવેલ ટેકનીકને કારણે અંતરિક્ષથી વિજળીનું સંચરણ પહેલીવાર ૨૦૨૩ માં પૂરું થયું. હવે સવાલ એવો છે કે આ પ્રક્રિયાની ઔદ્યોગિક અને આર્થિક વ્યવહાયૅતા અને સ્થિરતા શું છે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
