<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

ઢાંઢીયામાં એમપીની અનિતાનો ઝાડમાં લટકી જઇ આપઘાત

બે સંતાન માતા વિહોણા થયાઃ કારણ અકળ

રાજકોટ તા. ૧૩: ત્રંબાથી આગળ ઢાંઢીયા ગામ નજીક આરકે ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોન પાસે રહેતી અનીતાબેન સુનિલભાઇ પરમાર (ઉ.વ.૩૪) નામની મહિલાએ સવારે ઢાંઢીયા ગામમાં લીમડાના ઝાડમાં ઓઢણી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાત કરનારના લગ્ન છ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મુળ મધ્‍યપ્રદેશનો આ પરિવાર ત્રણેક મહિનાથી અહિ રહી મજૂરી કરે છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી હતી.

(3:11 PM IST)