તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th November 2024
અમદાવાદ સહિતના શહેરોમાં લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડી વધી: જાણો અન્ય શહેરોમાં કેટલું રહ્યું તાપમાન?
આગામી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરબદલ જોવા નહીં મળે.

અમદાવાદ : છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં નજીવું ઘટતા રાત્રીના સમયે અને વહેલી સવારે ઠંડી અનુભવાઇ રહી છે. જોકે મહત્ત તાપમાન હજી પણ 35 ડિગ્રીની ઉપર રહેતા અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આગામી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરબદલ જોવા નહીં મળે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું હતું.
આજના રાજ્યમાં મહત્તમ તાપમાનની વાત કરીએ રાજકોટમાં 36.8 ડિગ્રી, ડીસામાં 36.2, કંડલા પોર્ટમાં 35.7, વલ્લભ વિદ્યાનગરમાં 35.5, ભુજમાં 35.3, સુરેન્દ્રનગરમાં 35.3, અમદાવાદમાં 35.1, નલિયામાં 35.1, ગાંધીનગરમાં 35, વડોદરામાં 34.8, વેરાવળમાં 34.8, અમરેલીમાં 34.5, સુરતમાં 34.4, દ્વારકામાં 34.4, પોરબંદરમાં 34.4, કેશોદમાં 33.8, ભાવનગરમાં 33.6, મહુવામાં 32.6 અને ઓખામાં 31.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
રાજ્યના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 17.6 ડિગ્રી, કેશોદમાં 18.3, મહુવામાં 18.5, વડોદરામાં 19, પોરબંદરમાં 19, ગાંધીનગરમાં 19.2, નલિયામાં 19.2, રાજકોટમાં 19.2, ડીસામાં 19.3, અમદાવાદમાં 19.5, વલ્લભ વિદ્યાનગરમાં 21, ભાવનગરમાં 21, સુરેન્દ્રનગરમાં 21, ભુજમાં 21.6, સુરતમાં 22.5, વેરાવળમાં 23.3, કંડલા પોર્ટમાં 23.5, દ્વારકામાં 24 અને ઓખામાં 26 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
