તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th November 2024
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કાંડ મામલે રાજ્ય સરકાર એક્શનમાં: હોસ્પિટલને PMJAYમાંથી ડીબાર્ડ કરવામાં આવી
જે ડોકટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યા હતા તે ડોકટરો હવે ક્યાંય ઓપરેશન પણ નહીં કરી શકે:જેટલા પણ કાર્ડિયોલોજીના ઓપરેશન થયેલા છે તેનો રિવ્યૂ કરવાનો આદેશ પણ કરાયો

અમદાવાદ : અમદાવાદ શહેરની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડ મામલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. સરકાર દ્વારા ખ્યાતિ હોસ્પિટલને PMJAYમાંથી ડીબાર્ડ કરવામાં આવી છે. તો જે ડોકટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યા હતા તે ડોકટરો હવે ક્યાંય ઓપરેશન પણ નહીં કરી શકે. આ ઉપરાંત હોસ્પિટલમાં જેટલા પણ કાર્ડિયોલોજીના ઓપરેશન થયેલા છે તેનો રિવ્યૂ કરવાનો આદેશ પણ કરાયો છે.
સમગ્ર કેસમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે બંને મૃતકોના મૃતદેહોનું માઈક્રો સ્કોપિક એનાલિસિસ કરવાનો પણ નિર્ણય કરાયો છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન રોકવા માટે રાજ્ય સરકારે બેઠકોનો દોર શરૂ કરી વિચારણા હાથ ધરી છે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે નવી ગાઈડલાઈન બનાવવાનો પણ નિર્ણય કરાયો છે
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
