તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th November 2024
વડીલો - વૃક્ષોના લાભાર્થે ૨૩મીથી ‘માનસ સદ્દભાવના’ કથા
પૂજય મોરારીબાપુના સ્વમુખે ૯૪૭મી રામ કથાનો રસાસ્વાદ માણવા રાજકોટ સહિત લાખો ભાવિક ભાઈ - બહેનોમાં થનગનાટ : વૈશ્વિક રામકથાની તડામાર તૈયારીઓ : ૧૦ દિવસ પછી શરૂ થનાર વૈશ્વિક રામકથા માટે સીએ, ડોકટર, ઉદ્યોગપતિઓ સહિત ૩૦૦૦ કાર્યકર્તા ખડેપગેઃ ‘માનસ સદ્દભાવના' વૈશ્વિક રામ કથાને ‘વધાવવા' રાત - દિવસ તૈયારી : ૧૨ વર્ષ પછી રાજકોટના આંગણે પૂ.મોરારીબાપુની કથા : રોજ ૧ લાખ લોકો કથા શ્રવણ કરી શકે તેવી દિવ્ય વ્યવસ્થા : ૫૦,૦૦૦ લોકો ભોજન પ્રસાદ લેશે: નિરાધાર, નિઃસંતાન વૃદ્ધો માટે દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ ૩૦૦ કરોડના ખર્ચે બની રહ્યો છે

રાજકોટ : વળદ્ધ અને વળક્ષ બંને છાયા આપે છે. રાજકોટમાં વડીલો અને વળક્ષોનાં લાભાર્થે વૈશ્વિક પૂ.મોરારીબાપુની રામકથા ‘માનસ સદભાવના'નું આયોજન કરાયું છે. ૨૩ નવેમ્બરથી શરૂ થનારી આ કથાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે હાલમાં ત્રણ હજાર કાર્યકર્તાઓની ફોજ તૈનાત છે. જેમાં ઉદ્યોગપતિ, વેપારીઓ, સીએ, ડોક્ટરો, વકીલો તેમજ દરેક સમાજના શ્રેષ્ઠીઓનો સમાવેશ થાય છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ધમધમે છે તેમ એક યાદીમાં જણાવાયુ છે.
જામનગર રોડ, રાજકોટનાં રામપર ખાતે નિરાધાર, નિઃસંતાન વળદ્ધો માટે ભારત દેશનો સૌથી મોટો ૭ બિલ્ડીંગ,ન ૧૧ માળ અને ૧૪૦૦ રૂમનો વળદ્ધાશ્રમ બનવા જઈ રહ્યો છે. અંદાજિત રૂ.૩૦૦ કરોડના ખર્ચે વળદ્ધાશ્રમ બનશે. નવા બની રહેલા વળદ્ધાશ્રમનાં લાભાર્થે વૈશ્વિક રામકથા યોજાઈ છે. જે કોઈ આર્થિક- સામાજિક શ્રમદાન આપ્યું છે તેને વળદ્ધાશ્રમમાં જે વડીલો આશરો લે તેમના અંતરથી આશીર્વાદ મળે અને દરેક ઓરડામાં ખાલીપો નહિ પણ રાજીપો વ્યક્ત થાય તેવા શુભ ભાવથી આ વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.
૧૨ વર્ષના લાંબા સમયગાળા બાદ રાજકોટમાં રામકથા યોજાઈ રહી હોય તેને વધાવી લેવા માટે રાજકોટ જ નહીં પણ આખું ગુજરાત આતુર છે. આ કથામાં કયાંય પણ કચાશ ન રહી જાય અને શ્રોતાઓને નાની અમથી તકલીફ ન પડે તે માટે સદભાવના વળદ્ધાશ્રમની ટીમ દ્વારા ચીવટતાપૂર્વક કામગીરી ચાલી રહી છે. વૈશ્વિક રામકથામાં શ્રોતાઓ આરામથી બેસીને કથાનું શ્રવણ કરી શકે તે માટે બે લાખ ચોરસફૂટ જગ્યામાં ત્રણ જર્મન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. રોજ ૧ લાખ લોકો કથા શ્રવણ કરશે અને ૫૦,૦૦૦ લોકો ભોજન પ્રસાદ લેશે. પૂ. મોરારિબાપુની સમગ્રપણે ૯૪૭મી રામકથા યોજાશે.
રેસકોર્સ પર મુખ્ય સ્ટેજ પર વ્યાસપીઠ બનાવવામાં આવશે અને પૂ. મોરારિબાપૂના કટઆઉટ મુકવામાં આવશે. કથા પૂર્ણ થયા બાદ શ્રોતાઓ આરામથી ભોજન-સાદ લઈ શકે તે માટે ૯૦ બાય ૧૮૦ ચોરસફૂટ જગ્યામાં રસોડું તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં -સાદ બનાવવામાં આવશે. જયારે ભોજન મંડપ ૯૦ બાય ૫૦૦ ચોરસફૂટનો બનાવાયો છે. જેના બે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને વાહન ર્પાકિંગને લઈને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે ૧૫૦૦ કાર તેમજ ૧૫,૦૦૦ ટુ- વ્હીલરનું ર્પાકિંગ થઈ શકે તેવી વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે. દેશ વિદેશમાંથી આવતા મહેમાનો માટે રહેવાની સુવિધા પણ કરવામાં આવી છે તેમ પણ જણાવાયુ છે.
પૂ. મોરારિબાપુ આજે પણ એવા જ જોશ સાથે રામાયણના પાઠ કરે છે અને ભારતીય સંસ્કળતિનું સિંચન કરી રહ્યા છે. બાપુ ગુજરાત બહાર જ નહીં પરંતુ ભારત બહાર વિદેશોમાં પણ રામાયણના પાઠ કરે છે. રાજકોટમાં યોજાનાર વૈશ્વિક રામકથાની સૌથી મોટી ખાસિયત તો એ છે કે આ કથા સદભાવના વળદ્ધાશ્રમનાં લાભાર્થે એટલે કે વળક્ષો અને વડીલો માટે થઇ રહી છે. કથામાં વિદેશથી પણ હજારો રામકથા પ્રેમીઓ આવશે. રામકથા આપણા જીવનમાં આધ્યાત્મિકતા, માનવતા, અને પ્રીતિનાં મૂલ્યોને સમજાવવાનું માધ્યમ છે. બાપુનું કથન સરળ ભાષામાં અને હૃદયસ્પર્શી હોય છે, જે દરેક વયના લોકો માટે સમજવું સરળ હોય છે. પૂ. મોરારિબાપુ રામકથામાં રામાયણ અને અન્ય ભારતીય ગ્રંથોનો ઉલ્લેખ કરીને જીવનનાં મહત્વના સિદ્ધાંતો પ્રેમ અને સહિષ્ણુતા, ધર્મ અને કર્તવ્ય, માનવતા અને એકતા, અહિંસા અને શાંતિની સમજણ આપે છે. રામકથા સમાજમાં શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રીતિની ભાવનાને પ્રોત્સાહિત કરે છે. રામકથામાં દર્શાવેલા પાત્રો અને ઘટનાઓ જીવનની સમસ્યાઓનો સામનો કરવા અને માનવતાની સેવા માટે પ્રેરણા આપે છે તેમ સદ્દભાવના વૃદ્ધાશ્રમ પરિવારની યાદી જણાવે છે.
પૂ. મોરારિબાપુની કથા કહેવાની શૈલી અનોખી હોય છે. તેઓએ માત્ર રામાયણ જ નહી, સાહિત્યને પણ એટલું જ મહત્વ આપ્યું છે. તેમની પ્રેરણાથી ઘણાં બધાં સાહિત્ય પુરસ્કારો પણ આપવામાં આવે છે. પૂ. મોરારિબાપુએ મે, ૧૯૬૬માં ગાંઠિલા (તા. વંથલી, જિ. જૂનાગઢ)માં રામકથાનું પ્રથમ નવાહન પારાયણ કર્યું અને તે પછી તો દેશ-વિદેશમાં તથા સ્ટીમર, એરોપ્લેન વગેરેમાંયે કથાઓ કરતા રહ્યા. તેમણે કૈલાસ-માનસરોવર જઈને ત્યાં પણ કથા-પારાયણ કરેલી છે. તેમણે ૯૪૬ કથા-પારાયણ કર્યાં છે. ગુજરાતીમાં તેમજ હિન્દીમાં પણ રામકથાનાં સુંદર પારાયણો કરેલા છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, જાપાન, શ્રાલંકા, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, યુ એન સહિતનાં ઘણા દેશોમાં રામકથા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર મથક ખાતે પૂ. મોરારિબાપુની રામ કથા કરાઈ હતી તે કથામાં એઆઈ નો ઉપયોગ કરીને તેમની પોતાની અવાજમાં અંગ્રેજી સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું હતું. પૂ. મોરારિબાપુએ ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં રામકથાનું આયોજન કર્યુ હતુ. યુએનના મુખ્યાલયમાં કરાયેલ આ આયોજન કોઇપણ આધ્યાત્મિક ગુરૂ દ્વારા કરાયેલું આ પ્રકારનું પ્રથમ આયોજન હતું. તેઓ યુએનની જનરલ એસેમ્બલી પણ ગયાં હતાં, જ્યાં તેમણે ગોસ્વામી તુલસીદાસનું રામચરિત માનસ (રામાયણ) મૂકીને વૈદિક સ્તોત્રનો ઉચ્ચાર કર્યો હતો તેમ આ યાદી જણાવે છે.પૂ. મોરારિબાપુનો પણ ખૂબ જ ભાવ છે કે સદભાવના વળદ્ધાશ્રમનું નવનિર્મિત કામ પૂર્ણ થાય. રાજકોટની ધર્મ પ્રેમી જનતાને રામકથાનું રસપાન કરવા આહવાન કરવામાં આવ્યું છે.
(10:30 AM IST)










